મહિલા સુરક્ષાના લીરેલીરા: લેડી પોલીસ પર દુષ્કર્મ
સિહોરના યુવકે સોશિયલ મીડિયા પર મિત્રતા કરી ધમકી આપી લેડી પોલીસ પર દુષ્કર્મ; તપાસ તેજ.

લેડી પોલીસ પર દુષ્કર્મ

લેડી પોલીસ પર દુષ્કર્મ
ગુજરાતમાં મહિલા સુરક્ષા સામે ફરી એકવાર મોટો પ્રશ્નચિહ્ન ઉભો થયો છે. જે પોલીસ પર મહિલાઓની સુરક્ષાની જવાબદારી છે, તે જ વિભાગની એક મહિલા કર્મચારી હવસખોરનો શિકાર બની હોવાની ચોંકાવનારી ઘટના ભાવનગરમાં સામે આવી છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવી એક યુવકે મહિલા પોલીસકર્મીને ધાક-ધમકી આપી અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો છે.
મળતી વિગતો અનુસાર, સિહોરના રહેવાસી આરોપીનો પીડિત મહિલા પોલીસકર્મી સાથે સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક થયો હતો. શરૂઆતમાં બંને વચ્ચે સામાન્ય મિત્રતા હતી, પરંતુ ત્યારબાદ આરોપીએ મહિલાની મજબૂરી કે અંગત વિગતોનો ગેરફાયદો ઉઠાવી તેને ડરાવવાનું શરૂ કર્યું હતું. આરોપીએ પીડિતાને ગંભીર પરિણામો ભોગવવાની અને બદનામ કરવાની ધમકી આપી બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા.
આ મામલે 20 જાન્યુઆરીની મોડી રાત્રે ભાવનગરના ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે અને DySP આર.આર. સિંઘલને આ કેસની તપાસ સોંપવામાં આવી છે.
હાલ પોલીસ આરોપીની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. એક રક્ષક જ જ્યારે ભક્ષકનો શિકાર બને છે ત્યારે સમાજમાં સુરક્ષાને લઈ ગંભીર ચર્ચાઓ જાગી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.