ગુજરાત ભાજપ પોતાના સંગઠનમાં પણ કરશે સીમાંકન..?
ગુજરાત ભાજપના સંગઠનમાં મોટા પ્રમાણમાં ફેરફાર થાય તેવી ચર્ચા

ગુજરાત ભાજપ પોતાના સંગઠનમાં પણ કરશે સીમાંકન..?

ગુજરાત ભાજપ પોતાના સંગઠનમાં પણ કરશે સીમાંકન..?
ગુજરાતમાં ભાજપના નવા સંગઠનની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. જો કે વોર્ડ પ્રમુખની ચૂંટણી હમણાં મોકૂફ રાખવામાં આવી છે પણ સુત્રોના જણાવ્યા મુજબ ભાજપે પોતાનું સંગઠન માળખુ વધુ સરળ બનાવવા ખાસ વિચારણા કરી છે. ભાજપ અમદાવાદ શહેરના વ્યાપ અને વિસ્તારને ધ્યાન રાખીને અમદાવાદમાં બે શહેર પ્રમુખ બનાવે તેવી શક્યતા પર વિચાર કરી રહ્યું છે. અમદાવાદ (પૂર્વ) અને અમદાવાદ (પશ્ચિમ) એમ બે શહેર પ્રમુખ બની શકે છે. આ રીતે જ વિસ્તારની દ્રષ્ટીએ મોટા ધરાવતા જીલ્લાઓમાં પણ 2 પ્રમુખ નિમાય તેવી શક્યતા છે.
નવા સીમાંકન મુજબ અમદાવાદ શહેરમાં લોકસભા બેઠક પણ બે ભાગમાં વહેંચી દેવાઇ છે અને બે સાંસદ અમદાવાદ શહેરમાંથી ચૂંટાય છે. આ જ રીતે ભાજપમાં બે શહેર પ્રમુખ હશે જેમાં અમદાવાદ (પૂર્વ) અને અમદાવાદ (પશ્ચિમ) એમ બે શહેર પ્રમુખ બનાવાઇ શકે છે. અમદાવાદ શહેરના કાર્યકરોને પુરતું પ્રતિનીધીત્વ મળે તે માટે ભાજપ દ્વારા આ પ્રયાસ કરાય તેમ લાગી રહ્યું છે અને તેનાથી કાર્યકરોની ઇચ્છા પણ પૂર્ણ થશે. બંને પ્રમુખોની નીચે શહેરના 2 સંગઠન માળખા હશે તેમાં વોર્ડ પ્રમુખ અને સંગઠનથી માંડી તમામ મોરચાના સંગઠન અને પ્રમુખ હશે. બંને વિભાગનું સંગઠન માળખું શહેર પ્રભારીની દેખરેખમાં કામ કરશે.
આ રીતે જોવા જઇએ તો વિસ્તારની દ્રષ્ટિએ ખુબ મોટા બનાસકાંઠા અને કચ્છ જિલ્લાનું પણ વિભાજન કરાશે અને તેમાં પણ 2 જિલ્લા પ્રમુખ અને 2 સંગઠન માળખા હશે. સુરતમાં પણ 2 શહેર પ્રમુખ અને 2 સંગઠન બની શકે છે. 50થી 70 બુથના એક મંડળ કે વોર્ડ પ્રમુખ બનાવાની દિશામાં પણ ભાજપ વિચારી રહ્યું છે.
હાલ ભાજપમાં 580 મંડળ અસ્તિત્વમાં છે જેમાં વિસ્તરણ કરીને 800 જેટલા મંડળ અસ્તિત્વમાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, 9 થી 12 ડિસેમ્બર સુધી વોર્ડ અને મંડળ પ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયા ચાલવાની હતી જે અટકાવી દેવાઈ છે. હવે 15મી ડિસેમ્બર પછી વોર્ડ અને મંડળ પ્રમુખોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

તન્વી ગોલ્ડના કર્મચારી લાલજી સરધારાને ગોળી મારી સોના-ચાંદીની બેગ લૂંટનારા આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ છે. રાજસ્થાનના ઉદયપુરથી 9 શખ્સોની ધરપકડ અને હવે સામે આવ્યા નવા CCTV ફૂટેજ!

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!