મચ્છુ-2 ડેમમાં પાણીની આવક, 29 ગામોને કરાયા એલર્ટ
મચ્છુ-2 ડેમમાં પાણીની આવક થતા બે દરવાજા બે ફૂટ પર ખોલાયા

ઉપરવાસથી મચ્છુ-2 ડેમમાં પાણીની આવક

ઉપરવાસથી મચ્છુ-2 ડેમમાં પાણીની આવક
મોરબી જીલ્લામાં ઉપરવાસમાં વરસાદને કારણે મચ્છુ-2 ડેમનો એક દરવાજો બે ફૂટ પર ખોલવામાં આવ્યો છે. ડેમમાં પાણીની આવક થતા મોરબી અને માળીયા તાલુકાના નીચાણવાળા 29 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે મચ્છુ-૨ ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. જેને કારણે રાત્રે 9 વાગ્યાની આસપાસ ડેમનો એક દરવાજો 2 ફૂટ જેટલો ખોલવામાં આવ્યો હતો.ડેમમાં 1,295 ક્યુસેક પાણીની આવક ચાલુ થતા એક દરવાજો ખોલી 1,295 ક્યુસેક પાણીની જાવક ચાલુ કરવામાં આવી છે.જ્યારે પાણીની થોડી આવક વધતા 10 વાગ્યા આસપાસ 2 દરવાજા 2 ફૂટ કરી 2,590 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમની ઉપરવાસમાં પાણીની આવક ચાલુ હોવાથી આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે....મોરબી અને માળીયા તાલુકાના નીચાણવાળા 29 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.ડેમની સંગ્રશક્તિના 100 ડેમ ભરાયી ગયો છે. તેમજ ડેમની ઉપરવાસની પાણીની આવક સતત ચાલુ છે.ડેમના નીચાણવાસના ગામો જેવા કે, મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડીયાદ. ટીંબડી, ધરમપુર, ૨વાપર, અમરેલી, વનાળિયા.ગોર ખીજડીયા. માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર, ગુંગણ નારણકા. બહાદુરગઢ, (૧૭)નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર, માળીયા તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેધપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા (મી)ને સાવચેત પણ કરવામાં આવ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ