ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર યથાવતઃ વધુ 4 માનવ મોતઃ 117 પશુના મોત
બુધવારે સવારથી બપોર સુધીમાં 141 તાલુકામાં વરસાદઃ ખંભાતમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

11 મે સુધી ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરતા ખેડૂતો ચિંતિત

11 મે સુધી ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરતા ખેડૂતો ચિંતિત
રાજ્યમાં સોમવાર મોડી સાંજથી કમોસમી વરસાદ શરૂ થયો છે. સોમવારથી શરૂ થયેલો કમોસમી વરસાદ બુધવારે બપોર સુધી અવિરત ચાલુ રહ્યો હતો. મંગળવારે 160 તાલુકામાં 1 મીમીથી લઈને 170 મીમી સુધીનો વરસાદ નોંધાયો હતો. જ્યારે બુધવારે સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં 141 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ખંભાતમાં 4 ઈંચ ખાબક્યો હતો. કમોસમી વરસાદના કારણે વધુ 4 માનવ મૃત્યુ થયા છે. છેલ્લા ત્રણ દિવસમાં 18 માનવ મૃત્યુ અને 117 પશુના મોત થયા છે. હવામાન વિભાગે 11 મે સુધી વરસાદની આગાહી કરતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
બુધવારે બપોર સુધીમાં 141 તાલુકામાં વરસાદ
બુધવારે સવારથી રાજ્યના અનેક તાલુકામાં કમોસમી વરસાદ ચાલુ રહ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ આણંદ જિલ્લાના ખંભાતમાં ચાર ઈંચ ખાબક્યો હતો. જ્યારે અમદાવાદના બાવળામાં પોણા ત્રણ ઈંચ તેમજ બોરસદ, વડોદરા અને ભાવનગરમાં અઢી-અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. બાકીના 137 તાલુકામાં 1 મીમીથી લઈને 55 મીમી સુધીનો વરસાદ પડ્યો હતો.
89 તાલુકામાં 1 થી 25 મીમી વરસાદ
બુધવારે પડેલા વરસાદની વાત કરીએ તો બપોરે 2 વાગ્યા સુધીમાં 141 તાલુકામાં વરસાદ થયો હતો. જેમાં 35 તાલુકામાં 1 થી 5 મીમી, 16 તાલુકામાં 6 થી 10 મીમી, 14 તાલુકામાં 11 થી 15 મીમી, 9 તાલુકામાં 16 થી 20 મીમી, 15 તાલુકામાં 21 થી 25 મીમી, 9 તાલુકામાં 26 થી 30 મીમી, 8 તાલુકામાં 31 થી 35 મીમી, 5 તાલુકામાં 36 થી 38 મીમી, 6 તાલુકામાં 41 થી 50 મીમી, 4 તાલુકામાં 55 થી 59 મીમી, 1 તાલુકામાં 69 મીમી અને 1 તાલુકામાં 102 મીમી વરસાદ વરસ્યો હતો.
છેલ્લાં 24 કલાકમાં 160 તાલુકામાં વરસાદ
મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન 160 તાલુકામાં માવઠું પડ્યુ હતુ. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં પોણા સાત ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે અમરેલીના લાઠી, સાવરકુંડલા, આણંદ તેમજ બનાસકાંઠાના વડગામમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો.
વધુ 4 લોકોના મોતઃ કુલ મૃત્યુ આંક 14
ભારે પવન અને ગાજવીજ સાથે ખાબકેલા વરસાદના કારણે સોમવારે રાજ્યમાં 14 લોકોના મોત થયા હતા. જ્યારે મંગળવારે વધુ 4 લોકોના મોત થયા હતા. અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર અને દાહોદમાં એક-એક વ્યક્તિનું મોત થયુ હતુ. જેમાં 3 લોકોના મોત ઝાડ પડવાથી અને એક વ્યક્તિનું મોત દિવાલ પડવાથી થયુ હતુ. સોમવારે આકાશી વીજળી પડવાથી 3, દિવાલ અને મકાન પડવાથી 3, ઝાડ પડવાથી 4, હોર્ડિંગ્સ પડવાથી 2 અને વીજ કરંટ લાગવાથી 2 લોકોના મોત થયા હતા. વધુ 4 લોકોના મોત સાથે ત્રણ દિવસમાં કુલ મૃત્યુઆંક 14 થયો છે. ખેડામાં 4, વડોદરા અને દાહોદ અને અમદાવાદમાં 3-3, અરવલ્લી અને આણંદ 2-2 તેમજ છોટાઉદેપુરમાં 1 વ્યક્તિનું મોત થયુ છે.
117 પશુના મોત અને 38 લોકો ઈજાગ્રસ્ત
રાજ્યમાં કમોસમી વરસાદમાં પશુ હાનિ પણ વધી છે. છેલ્લા 3 દિવસમાં કુલ 117 પશુના મોત થયા છે. જ્યારે 38 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 1108 કાચા મકાનોને અંશતઃ, 59 ઝુંપડા, 40 કાચા મકાનોને સંપૂર્ણ, 184 પાકા મકાનોને અંશતઃ તેમજ 1 પાકા મકાનને સંપૂર્ણ નુકસાન થયાના સત્તાવાર અહેવાલ મળ્યા છે.
11 મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા અનુસાર રાજ્યમાં બુધવારે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની તેમજ વિજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ થશે. ભારે વરસાદની આગાહીના પગલે અમરેલી, ભાવનગર, આણંદ, અમદાવાદ અને વલસાડમાં રેડ એલર્ટ તેમજ બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.