ગેરકાયદે રેતી ભરેલી ટ્રક રોકતા આપી ધમકી
વડોદરામાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ગેરકાયદે રીતે ખનન કરી રેતીની હારાફેરી કરત ટ્રકને રોકતા તેમની જોડે કરી ગેરવર્તણુંક

ગેરકાયદે રેતી ખનન

ગેરકાયદે રેતી ખનન
વડોદરામાં અનેક વિસ્તારમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. આ વાતની રજુઆત સાંસદ અને ધારાસભ્યો પાસે અનેક વખત જિલ્લા કલેક્ટર પાસે કરવાાં આવી છે. છતાં પણ બેરોકટોક ખનનનું કમ ચલાવવામાં આવે છે. તાજેતરમાં ગેરકાયદેસર ખનન કરીને લઇ જવાતી રેતી ભરેલી ટ્રકને કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધી દ્વારા રોકવામાં આવી હતી, ટ્રક રોકવામા આવતા ટ્રક ડ્રાઈવર અને કોંગ્રેસા પ્રતિનિધી વચ્ચે માથાકુટ થઇ હતી. જેમાં તેમની પાસેથી પૈસા લૂંટીને તેમની જોડે ગેરવર્તણુંક પણ કરવામાં આવી હતી. જેને પગલે કોગ્રેસ પ્રતિનિધી દ્વાર ડભોઇ પોલીસ મથકમાં 8 થી વધુ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ડભોઇ પોલીસ મથકમાં અજયભાઇ નરસિંહભાઇ રાઠવાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ ડભોઇ પાલિકાના વોર્ડ નં - 9 ના ચૂંટાયેલા સભ્ય છે. તેઓ કોંગ્રેસમાંથી ચૂંટાઇને આવ્યા છે. તાજેતરમાં તેઓ મિત્ર સાથે કરણેટ ગામે ડભોઇ પાલિકાના વોટર પંપ પ્લાન્ટ ઉપર હતા. બાદમાં તેઓ નિરીક્ષણ માટે ફ્રેન્ચવેલના સ્થળ પર ગયા હતા. દરમિયાન રેતી ભરેલી ત્રણ ગાડીઓ જોઇ હતી. બાદમાં તેઓ ત્યાંથી આગળ વધ્યા હતા. કામ પતાવીને પરત ફરતા ત્રણ ગાડીઓ ફરી જોવા મળતા તેમણે પુછ્યું કે, આ ગાડીઓ કોની છે. ચાલકોએ જણાવ્યું કે, બંને ગાડીઓ વડોદરાની છે.
ત્યાર બાદ ફરિયાદીએ પોલીસ મથકમાં ફોન કરીને વર્ધિ લખાવી કે, પાલિકાના પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર ગાડીઓ રેતી ચોરી કરીને જઇ રહી છે. બાદમાં સંજયભાઇ નગીનભાઇ તથા અન્યએ આવીને જણાવ્યું કે, આ બે ગાડીઓ મારી છે. આ અમારો વિસ્તાર છે, તમારે અહિંયા આવવાનું નહીં. બાદમાં ફરિયાદી જોડે ગેરવર્તણુંક કરી હતી. અને માર મારીને પૈસની લૂંટ કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.