ગુજરાતની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી
અમદાવાદ અને વડોદરાની શાળાઓમાં સર્જાયો ભયનો માહોલ; ઈ-મેલમાં દેશ વિરોધી નારા અને ધમકી

શૈક્ષણિક સંસ્થાઓ પર ખતરો

શૈક્ષણિક સંસ્થાઓ પર ખતરો
ગુજરાતના મુખ્ય શહેરોમાં આવેલી પ્રતિષ્ઠિત શાળાઓને નિશાન બનાવીને મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈ-મેલે સમગ્ર રાજ્યના પોલીસ તંત્ર અને વાલીઓમાં ભારે ફફડાટ ફેલાવી દીધો છે. આતંકી ધમકીના તાર ખાલિસ્તાની જૂથો સાથે જોડાયેલા હોવાની આશંકા વચ્ચે સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે.
આજે વહેલી સવારે ગુજરાતના બે મોટા શહેરો અમદાવાદ અને વડોદરાની જાણીતી શાળાઓને એક સનસનાટીભર્યો ઈ-મેલ મળ્યો હતો. આ ઈ-મેલમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની સીધી ધમકી આપવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા જ શાળા સંચાલકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી.
અમદાવાદમાં કઈ શાળાઓને મળી ધમકી? અમદાવાદના પશ્ચિમ વિસ્તારની ત્રણ મુખ્ય શાળાઓને નિશાન બનાવવામાં આવી છે:
મકરબા વિસ્તારમાં આવેલી DAV ઇન્ટરનેશનલ સ્કૂલ
વસ્ત્રાપુર સ્થિત એશિયા સ્કૂલ
સેટેલાઇટ વિસ્તારની A-વન સ્કૂલ
વડોદરામાં શાળાઓની સુરક્ષા વડોદરાની પણ ત્રણ મોટી શાળાઓને સમાન પ્રકારના ઈ-મેલ મળ્યા હતા:
ડી.આર. અમીન સ્કૂલ
ઉર્મિ સ્કૂલ
નાલંદા સ્કૂલ
મળતી માહિતી મુજબ, આ ઈ-મેલ માત્ર બોમ્બની ધમકી પૂરતો સીમિત નહોતો, પરંતુ તેમાં અત્યંત ઉશ્કેરણીજનક અને દેશ વિરોધી લખાણ લખવામાં આવ્યું હતું. ઈ-મેલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને સીધો ટાર્ગેટ કરવામાં આવ્યા છે. લખાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, "ગુજરાત ખાલિસ્તાન બનશે" અને "હિન્દુસ્તાનના ટુકડા થશે." આ પ્રકારની ભાષા સીધી રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય ભારત વિરોધી અને ખાલિસ્તાની તત્વો તરફ આંગળી ચીંધે છે.
પોલીસ અને સુરક્ષા એજન્સીઓનું સર્ચ ઓપરેશનધમકી મળતાની સાથે જ અમદાવાદ અને વડોદરા પોલીસ એક્શનમાં આવી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS), ડોગ સ્ક્વોડ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો શાળાઓ પર દોડી ગઈ હતી.
શાળા ખાલી કરાવાઈ: સાવચેતીના ભાગરૂપે તમામ શાળાઓમાંથી બાળકો અને સ્ટાફને તાત્કાલિક સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
સઘન તપાસ: વર્ગખંડો, પ્લેગ્રાઉન્ડ, લોબી અને કેન્ટીન સહિતના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી હતી.
વડોદરામાં હોસ્ટેલ ખાલી કરાવાઈ: વડોદરાની ઉર્મિ સ્કૂલના સંચાલકોએ કોઈ પણ જોખમ ન લેતા શાળાની સાથે હોસ્ટેલ પણ તાત્કાલિક ખાલી કરાવી દીધી હતી.
રાજ્યમાં સરકારી અને ન્યાયિક સંસ્થાઓને ધમકી આપવાની ઘટનાઓ તાજેતરમાં વધી છે.
૨ ફેબ્રુઆરીની ઘટના: જૂનાગઢની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટને ઈ-મેલ દ્વારા ૨:૧૦ વાગ્યે ત્રણ બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી હતી. ૩ કલાકના સર્ચ ઓપરેશન બાદ તે અફવા સાબિત થઈ હતી.
રાજકોટ કલેક્ટર કચેરી: તે જ દિવસે રાજકોટ કલેક્ટર કચેરીને પણ ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ તમામ કિસ્સાઓમાં ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ દ્વારા હુમલાખોરો સુધી પહોંચવા સાયબર ક્રાઈમ ટીમ મથી રહી છે.
શાળાઓમાં બોમ્બ હોવાની ખબર વાયુવેગે ફેલાતા જ વાલીઓ પોતાના બાળકોની સુરક્ષાને લઈને ચિંતિત થઈ શાળાએ દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા વાલીઓને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે આ પ્રકારના ઈ-મેલ ડર ફેલાવવા માટેના 'હોક્સ કોલ' (ખોટી ધમકી) હોઈ શકે છે, પરંતુ બાળકોની સુરક્ષા સર્વોપરી હોવાથી તપાસમાં કોઈ કચાસ રાખવામાં આવી રહી નથી.
ગુજરાતને અસ્થિર કરવાના પ્રયાસો સામે રાજ્યનું ગૃહ વિભાગ સતર્ક છે. સાયબર એક્સપર્ટ્સ આ ઈ-મેલ ક્યાંથી ઓરિજિનેટ થયો છે તેની તપાસ કરી રહ્યા છે. શૈક્ષણિક સંસ્થાઓને નિશાન બનાવીને વાલીઓ અને બાળકોમાં ભય પેદા કરવાનું આ ષડયંત્ર અત્યંત નિંદનીય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.