છોટાઉદેપુરઃ ભૂવાએ 5 વર્ષની બાળકીની બલી ચઢાવી
છોટાઉદેપુરમાં બોડેલીના પાણેજ ગામે ઘરના સામે જ રહેતી માત્ર 5 વર્ષની બાળકીની હત્યા કરી માનવ બલી આપી છે.

માસૂમ બાળકીની ચઢાવાઇ બલી

માસૂમ બાળકીની ચઢાવાઇ બલી
રાજ્યમાં વધુ એક અંધશ્રદ્ધાની શરમજનક ઘટના સામે આવી છે. છોટાઉદેપુરમાં તાંત્રિક વિધિમાં માસૂમ બાળકીની બલી ચઢાવવામાં આવી છે. બોડેલીના પાણેજ ગામે ઘરના સામે જ રહેતી માત્ર 5 વર્ષની બાળકીની હત્યા કરી માનવ બલી આપી છે. એટલે તો આ ઘટના નથી અટકતી બાળકી બાદ તેના નાના ભાઇને પણ બલી માટે લઇ જતા હતા એ જ સમયે ગ્રામજનો જોઇ જતા તે માસૂમ બાળકનો જીવ બચ્યો છે.
મળતી માહિતી અનુસાર છોટાઉદેપુરના બોડેલી જિલ્લાના પાણેજ ગામે આધેડ ભૂવા લાલુ હિમત તડવીએ શરમ જનક કૃત્ય કરી તમામ હદો પાર કરી છે. તેના જ ઘરની સામે રહેતી બાળકીને ઘરમાં લઇ જઇ વિધિ કરીને કૂહાડીથી ગળુ કાંપી નાખ્યું હતું. જ્યારે બાળકી બાદ તેના નાના ભાઇને પણ બલી માટે લઇ જતા ગ્રામજનો જોઇ ગયા હતા અને બાદમાં પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તેને બચાવી લેવામાં આવ્યો હતો. હાલ તે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે. જ્યારે આરોપી લાલુ હિમત તડવીની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.