દિલની અને સપનાની ભાષા, માતૃભાષા મારી ગુજરાતી!
ભાષા છે તો સંસ્કૃતિ છે, માતૃભાષા દિવસ પર માણો ગુજરાતી ભાષાનો મધુર વૈભવ..

માતૃભાષા મારી ગુજરાતી!

માતૃભાષા મારી ગુજરાતી!
જેમાં વિચારવા માટે મગજને કસરત ન કરવી પડે, જે ભાષામાં હસવા માટે ડિક્શનરી ન જોવી પડે અને જે ભાષામાં સપનાઓ સીધા દિલથી આવે એવી મારી માતૃભાષા એટલે ગુજરાતી!
વિશ્વ માતૃભાષા દિવસ ઉજવવાની શરૂઆત પાછળ એક સંઘર્ષની વાર્તા છે. વર્ષ 1952માં બાંગ્લાદેશ (તત્કાલીન પૂર્વ પાકિસ્તાન)માં પોતાની માતૃભાષા 'બાંગ્લા' ને બચાવવા માટે વિદ્યાર્થીઓએ બલિદાન આપ્યું હતું. આ શહાદતને યાદ કરવા અને દુનિયાભરની ભાષાઓનું સંરક્ષણ કરવા માટે UNESCOએ 17 નવેમ્બર 1999 ના રોજ આ દિવસની જાહેરાત કરી અને વર્ષ 2000થી દર વર્ષે 21 ફેબ્રુઆરી એ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે.
આજના સમયમાં જ્યારે અંગ્રેજી માધ્યમનો ક્રેઝ વધ્યો છે, ત્યારે કેટલાક એવા લોકો છે જેમને આપણે થેન્ક યુ કહેવું જોઈએ. આ એવા ઇન્ફ્લુએન્સર્સ અને વ્યક્તિત્વો છે જેમણે સાબિત કર્યું કે ગુજરાતી ભાષા માત્ર જૂની વાતો માટે નથી, પણ તે આધુનિક અને 'કૂલ' પણ છે!
GEN zની કર્મભાષા ભલે અંગ્રેજી થઈ ગઈ હોય પરંતુ, ગુજરાતમાં આ 12 ગાઉંએ બદલાતી બોલી અને ઢાંચો લોકો સાચવે છે. 12 ગાઉંએ બોલીની જેમ કોન્ટેન્ટ ક્રીએટર્સ પણ પોતાની આગવી ભાષામાં વીડિયો બનાવી ભાષા જીવંત રાખે છે અને જીવે છે.
ભાષાના રખેવાળથી ઉપમા આપી બિરદાવતા કશું ખોટું નહીં એવા ડૉ. રક્ષાબેન દવે, 80 વર્ષે પણ તેમનો 'વ્યાકરણ' નો ક્રેઝ જોવાલાયક! રક્ષાબેન યુટ્યુબના માધ્યમથી ગુજરાતી વ્યાકરણની પાઠશાળા ચલાવે છે. "કયું જોડકણું સાચું?" કે "હ્રસ્વ-દીર્ઘની ભૂલ કઈ રીતે સુધારવી?" તેના પર તેઓ જે સહજતાથી વિડિયો બનાવે છે, તે નવી પેઢી માટે માર્ગદર્શક છે. શુદ્ધ ગુજરાતી કેવી રીતે લખાય અને બોલાય તેની તેમની મથામણ કાબિલે તારીફ છે.
રેડિયો બાદની ઓડિયો ક્રાંતિ એટલે પૉડકાસ્ટ. નવીન પોડકાસ્ટના યુગમાં જય થડેશ્વરે એ સાબિત કર્યું કે ગુજરાતી ભાષામાં પણ જો ઊંડાણપૂર્વક વાતો કરવામાં આવે તો લાખો યુવાનો તેને સાંભળે છે. તેમના પોડકાસ્ટ દ્વારા તેઓ સાહિત્યિક અને સામાજિક વિષયોને એવી રીતે રજૂ કરે છે કે આજનો યુવાન પોતાની માતૃભાષા પ્રત્યે આકર્ષાય છે.
![]()
અમદાવાદની રગેરગ અને ભાષાનો લહેકો જો કોઈએ સોશિયલ મીડિયા પર જીવંત રાખ્યો હોય તો તે છે અમદાવાદી મેન. ગુજરાતી ભાષાની રમૂજ, તેના રૂઢિપ્રયોગો અને "અમમમદાવાદી લહેકા"ને ડિજિટલ પ્લેટફોર્મ પર લોકપ્રિય બનાવીને તેમણે ભાષાને મનોરંજન સાથે જોડી છે.
વિરાજ ઘેલણી અને ઓજસ રાવલ જેવા કલાકારોએ માતૃભાષામાં રહેલી મમતા અને મજાકને વૈશ્વિક સ્તરે પહોંચાડી છે. વિરાજ ઘેલણીના "મમ્મી સાથેના સંવાદો" એ દરેક ગુજરાતી પરિવારની ઓળખ બની ગઈ છે. અને આવા તો હવે અનેક લોકો જેઓ માતૃભાષા સાથે જકડી રહી અનેકને પ્રેરણા આપે છે. અને આપની ફૂલ જેવી માતૃભાષાને કૂલ બનાવી રહ્યા છે.
ભાષા માત્ર વાતચીતનું સાધન નથી, તે સંસ્કૃતિની વાહિની છે. જો ભાષા મરશે તો સંસ્કારો પણ મરશે. ગમે તેટલી વિદેશી ભાષાઓ શીખીએ, પણ આપણી માતૃભાષાને ક્યારેય વિસરાવા દઈશું નહીં. કારણ કે, જે ભાષા મા પાસેથી મળી હોય એને ક્યારેય નોંધારી ન મૂકાય!
આજના દિવસે આપણે એવો સંકલ્પ કરીએ કે:
સારા ગુજરાતી પુસ્તકો વાંચીશું.
ભાષા બોલવામાં શરમ નહીં, ગર્વ અનુભવીશું.
માતૃભાષાના મહાપર્વ પર તમામ ગુજરાતીઓને હાર્દિક શુભેચ્છાઓ!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.