શિક્ષણની સ્થિતિ કથળી
ગુજરાતના શિક્ષણની સ્થિતિ સુધરવાને બદલે દિવસે ને દિવસે કથળી રહી છે

શિક્ષણની સ્થિતિ કથળી

શિક્ષણની સ્થિતિ કથળી
ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ ધીમે ધીમે કથળી રહી છે.સુરેન્દ્રનગર ના થાનગઢ માં આવેલ પેસેન્ટર શાળા નંબર 1 માં બાલવાટિકા થી શરૂ કરીને ધોરણ 1 થી 5 ના આશરે 157 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 2 જ શિક્ષક છે.એમાં પણ એક આચાર્ય છે.આમાં એક જ શિક્ષક આટલાં બધાં બાળકો પર ધ્યાન કેવી રીતે આપી શકે ? આ એક મોટો પ્રશ્ન છે.
શિક્ષણ એ દરેક વિદ્યાર્થીઓ નો અધિકાર છે અને શિક્ષણ આપવું એ શિક્ષક ની ફરજ છે.ગ્રામ્ય કક્ષાએ બાળકોના પ્રવેશ માટે સરકાર પ્રવેશોત્સવ કરે છે પણ આ બાળકોને યોગ્ય અને પૂરતું ભણતર મળે તેવી શિક્ષક સહિત ની સુવિધા ઘણી બધી શાળાઓમાં જોવા મળતી નથી.
જો શાળામાં પૂરતાં શિક્ષક જ ના હોય તો તેની સીધી અસર વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પડે છે.જેથી વહેલી તકે આ શાળામાં બાળકોને પૂરતાં શિક્ષકોથી જ્ઞાન મળે તેમજ તેમના અભ્યાસમાં ખલેલ ન આવે એવી વ્યવસ્થા સાથે શાળામાં શિક્ષક ની ઘટ પૂરી કરવા વાલીઓએ તેમજ શાળાના આચાર્ય એ માંગ કરી છે.
માત્ર શિક્ષકની ખોટ નહિ, પરંતુ આધુનિક શિક્ષણ સાધનો, શિક્ષણ સાથે સંબંધિત અભ્યાસક્રમ, શિક્ષકની તાલીમ અને આકર્ષક શાળા માળખાની જરૂરિયાત પણ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ