સુરત: પાલનપુરમાં મહિલાઓએ કરી દારૂના અડ્ડા પર રેડ
બૂટલેગરોની દાદાગીરી સામે મહિલાઓ બની રણચંડી

પાલનપુર જનતા રેડ

પાલનપુર જનતા રેડ
સુરતના પાલનપુર ગામમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતા દેશી દારૂના વેચાણ સામે સ્થાનિક મહિલાઓએ જબરદસ્ત હિંમત બતાવી છે. મહાદેવ ફળિયામાં લાંબા સમયથી ચાલતા અસામાજિક તત્ત્વોના ત્રાસ અને દારૂના દૂષણથી કંટાળીને મહિલાઓએ પોલીસની રાહ જોયા વિના જાતે જ ‘જનતા રેડ’ કરી હતી.
છોકરીઓની સુરક્ષા માટે મહિલાઓ બની રણચંડી :
મહાદેવ ફળિયા જેવા રહેણાક વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડાને કારણે કોલેજ જતી યુવતીઓ અને સ્થાનિક મહિલાઓ અસુરક્ષિત અનુભવતી હતી. દારૂડિયાઓના બિભત્સ વર્તન અને હેરાનગતિને રોકવા માટે જ્યારે મહિલાઓ સમજાવવા ગઈ, ત્યારે બૂટલેગરે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. બૂટલેગરના ઉદ્ધત જવાબથી ઉશ્કેરાયેલી મહિલાઓએ તાત્કાલિક અડ્ડા પર હુમલો કરી દારૂની પોટલીઓ રસ્તા પર ફેંકી દીધી હતી.
માસૂમ બાળક સાથે માતાનું સાહસ :
આ ઓપરેશનમાં એક મહિલા પોતાના નાના બાળકને તેડીને પણ જોડાઈ હતી, જે દારૂના દૂષણ સામેની તેમની લડાઈ કેટલી મક્કમ છે તેની પ્રતીતિ કરાવતી હતી. રાત્રિના સમયે જ્યારે ગ્રાહકોની ભીડ જામી હતી, ત્યારે મહિલાઓના આક્રમક તેવર જોઈને બૂટલેગરો અને દારૂડિયાઓમાં નાસભાગ મચી ગઈ હતી. મહિલાઓએ તમામ માલ-સામાનનો નાશ કરી અડ્ડો બંધ કરાવી દીધો હતો.
પોલીસ તંત્ર સામે ઉઠ્યા સવાલો :
ઘટનાની જાણ થતાં પાલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, પરંતુ લોકોમાં પોલીસ પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે અનેકવાર લેખિત અને મૌખિક ફરિયાદો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. અંતે કંટાળીને જનતાએ પોતે જ કાયદો હાથમાં લેવાની ફરજ પડી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.