સુરત: 10મા માળેથી નીચે ખાબકેલા આધેડનો બચાવ
જહાંગીરાબાદમાં 10મા માળેથી પડેલા આધેડ 8મા માળે બારીમાં ફસાયા

હાઈરાઈઝ બિલ્ડિંગ રેસ્ક્યૂ

હાઈરાઈઝ બિલ્ડિંગ રેસ્ક્યૂ
સુરતના રાંદેર ઝોન હેઠળના જહાંગીરાબાદ વિસ્તારમાં આજે સવારે એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં નસીબ અને ફાયર વિભાગની બહાદુરીને કારણે એક આધેડનો જીવ બચી ગયો હતો. ટાઈમ ગેલેક્સી નામની હાઈરાઈઝ બિલ્ડિંગમાં બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાવી છે.
બારીમાંથી પટકાયા અને જાળીમાં અટવાયા :
ઘટનાની વિગતો મુજબ, બિલ્ડિંગના 10મા માળે રહેતા 57 વર્ષીય નીતિનભાઈ અડિયા સવારે પોતાના ઘરની બારી પાસે આરામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેઓ સંતુલન ગુમાવી બારીમાંથી નીચે ફેંકાયા હતા. જોકે, કુદરતની મહેરબાનીથી તેઓ સીધા જમીન પર પટકાવાને બદલે 8મા માળની બારીની લોખંડની જાળી અને છજા વચ્ચે ફસાઈ ગયા હતા. તેમનો પગ ગ્રિલમાં ભરાઈ જતાં તેઓ હવામાં લટકતી હાલતમાં આવી ગયા હતા.
ફાયર વિભાગનું દિલધડક ઓપરેશન :
ઘટનાની જાણ થતાં જ જહાંગીરપુરા, પાલનપુર અને અડાજણ ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. જવાનોએ સમય સૂચકતા વાપરીને બેવડી સુરક્ષા સાથે કામગીરી શરૂ કરી હતી. એક તરફ જમીન પર સેફ્ટી નેટ બિછાવવામાં આવી હતી, તો બીજી તરફ 10મા માળેથી રોપ અને સેફ્ટી બેલ્ટ વડે નીતિનભાઈને બાંધી દેવામાં આવ્યા હતા જેથી તેઓ નીચે ન પડે.
એક કલાકની જહેમત બાદ સફળતા :
8મા માળની બારીની જાળીમાં પગ ફસાયેલો હોવાથી હાઈડ્રોલિક કટર વડે ગ્રીલ કાપવામાં આવી હતી. આશરે એક કલાકની સખત મહેનત બાદ ફાયરના જવાનો નીતિનભાઈને સુરક્ષિત રીતે બિલ્ડિંગની અંદર ખેંચવામાં સફળ રહ્યા હતા. રેસ્ક્યૂ બાદ તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની ગુરુકૃપા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ફાયરબ્રિગેડની આ કામગીરીને સ્થાનિકોએ બિરદાવી હતી
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.