સુરત:પિતાના ઠપકાથી રત્નકલાકારનું ચોથા માળેથી પડતું
લાલગેટમાં 23 વર્ષીય યુવાને ચોથા માળેથી કૂદી આત્મહત્યા કરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

પિતાના ઠપકાથી ચોથા માળેથી પડતું

પિતાના ઠપકાથી ચોથા માળેથી પડતું
સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં પિતા દ્વારા આપવામાં આવેલો સામાન્ય ઠપકો એક 23 વર્ષીય યુવાન માટે કાળ સાબિત થયો છે. રામપુરા વિસ્તારના હમ્દપાર્ક બિલ્ડિંગમાં રહેતા અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકાર દાનિશ મોતીયાણીએ ચોથા માળેથી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ઘટનાની વિગત મળતી માહિતી મુજબ, મૃતક દાનિશ હીરાની ઓફિસમાં કામ કરતો હતો. જોકે, કામ વગર અહીં-તહીં રખડવાની તેની આદતને લઈને પિતા મોહમ્મદ મુનાફ મોતીયાણીએ તેને શિખામણ આપી ઠપકો આપ્યો હતો. પિતાની આ વાત દાનિશને દિલ પર લાગી ગઈ હતી. શુક્રવારની મોડી રાત્રે આવેશમાં આવીને દાનિશે બિલ્ડિંગના ચોથા માળેથી નીચે પડતું મૂક્યું હતું.
સીસીટીવીમાં કેદ થઈ ઘટના આ સમગ્ર ઘટનાના ભયાનક દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે દાનિશ ઉપરથી નીચે ફેંકાયા બાદ રસ્તા પર ઊભેલા એક ‘છોટા હાથી’ ટેમ્પાના પાછળના ભાગે ધડાકાભેર અથડાયો હતો અને ત્યારબાદ જમીન પર પટકાયો હતો.
અવાજ સાંભળી આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત દાનિશને તાત્કાલિક લોખાત હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પરિવારમાં માતમ દાનિશ તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. એકના એક પુત્રના અકાળે અવસાનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પિતાએ પુત્રનું ભવિષ્ય સુધારવા માટે આપેલો સામાન્ય ઠપકો પરિવારનો માળો વિખેરી નાખશે તેવી કલ્પના પણ કોઈએ કરી ન હતી. ઘટનાની જાણ થતા લાલગેટ પોલીસે હોસ્પિટલ પહોંચી લાશનો કબજો મેળવ્યો હતો અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આવી જ એક બીજી ઘટના રાજકોટમાં પણ બની છે, જ્યાં પત્ની સાથેના ઝઘડા બાદ એક યુવાને ઓવરબ્રિજ પરથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાઓ માનસિક સ્વાસ્થ્ય અને ક્ષણિક આવેશમાં લેવાતા ખોટા નિર્ણયો સામે લાલબત્તી સમાન છે.
હજુ બે દિવસ પેહલા જ રાજ્યમાં 2 આત્મહત્યાના કિસ્સા સામે આવ્યા હતા તે અહીં વાંચો..
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.