વધતા આત્મહત્યાના પ્રયાસો સામે માનવતા અડગ!
સુરત અને અમદાવાદમાં બે અલગ ઘટનાઓ, પોલીસે અને નાગરિકોએ બચાવ્યો યુવકોનો જીવ

આત્મહત્યાના પ્રયાસની વધતી ઘટનાઓ

આત્મહત્યાના પ્રયાસની વધતી ઘટનાઓ
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આત્મહત્યાના પ્રયાસોના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. રોજિંદી જીવનની પારિવારિક, આર્થિક અને માનસિક સમસ્યાઓ વચ્ચે કેટલાક યુવાનો અતિશય પગલું ભરવા સુધી પહોંચી રહ્યા છે.
જોકે, આવા સંજોગોમાં સમયસર જાગૃતિ અને માનવતા અનેક કિંમતી જીવ બચાવી રહી છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દિવસમાં જ આત્મહત્યાનો પ્રયાસ કરવા જતાના 2 કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં આસપાસના લોકોની સમયસૂચકતાને લીધે ખરાબ પરિણામોથી બચી શક્યા છે .
સુરતના પાલ ઉમરા બ્રિજ પર તાજેતરમાં એક યુવક આત્મહત્યા કરવા માટે પહોંચ્યો હતો. પરિવારના જ સભ્યો દ્વારા સતત રૂપિયાની માંગણી અને માનસિક દબાણને કારણે યુવક તણાવમાં આવી ગયો હતો. તે સમયે જાગૃત નાગરિકે તરત અડાજણ પોલીસને જાણ કરી, જેના પગલે PCR વાન સ્થળે પહોંચી અને યુવકને બ્રિજ પરથી કૂદે તે પહેલાં જ પકડી લીધો. પોલીસે યુવકનું કાઉન્સેલિંગ કરી જીવનનું મહત્વ સમજાવ્યું અને બાદમાં તેને સુરક્ષિત રીતે પરિવાર પાસે મોકલી આપ્યો.
આવો જ બીજો બનાવ ગઈકાલે અમદાવાદના CTM બ્રિજ પર સામે આવ્યો હતો. છોટાઉદેપુરનો એક યુવક પારિવારિક સમસ્યાથી કંટાળી બ્રિજની રેલિંગ પર ચડી ગયો હતો. નીચે લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું, પરંતુ યુવક કોઈની વાત સાંભળવા તૈયાર નહોતો. એ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા યુવકે સ્થિતિની ગંભીરતા સમજી, જોખમ ઉઠાવી યુવકને શર્ટ પકડી રોકી લીધો. યુવક છલાંગ લગાવે તે પહેલાં જ તેને સુરક્ષિત રીતે નીચે ઉતારી પોલીસને સોંપવામાં આવ્યો.
આ બંને ઘટનાએ સાબિત કર્યું છે કે સમયસર પગલાં, સામાજિક જાગૃતિ અને સંવેદનશીલતા હોય તો આત્મહત્યાના પ્રયાસોને રોકી શકાય છે. પોલીસ, સામાજિક કાર્યકર્તાઓ અને સામાન્ય નાગરિકોની સતર્કતા અનેક પરિવારોને તૂટતા બચાવી રહી છે. આત્મહત્યાનો વિચાર કોઈ ઉકેલ નથી, અને મુશ્કેલીના સમયમાં મદદ માગવી સૌથી મોટું સાહસ છે, એવો સંદેશ આ ઘટનાઓ આપીને જાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.