સ્ટારલિંક-ગુજરાત MoU, હવે ગામડાં સુધી હાઈસ્પીડ નેટ
સ્ટારલિંક એન્ટ્રીથી ડિજિટલ ક્રાંતિ, હવે સરહદી અને દૂરસ્થ વિસ્તારોમાં ઝડપી ઇન્ટરનેટ મળશે

સ્ટારલિંક-ગુજરાત MoU

સ્ટારલિંક-ગુજરાત MoU
ગુજરાતમાં ડિજિટલ કનેક્ટિવિટી વધારવા માટે રાજ્ય સરકારે એલોન મસ્કની કંપની સ્પેસએક્સની સહાયક કંપની સ્ટારલિંક સાથે લેટર ઓફ ઈન્ટેન્ટ (LoI) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર રાજ્યના અંતરિયાળ, સરહદી, આદિવાસી અને ટેલિકોમ સુવિધાથી વંચિત વિસ્તારોમાં હાઈ-સ્પીડ સેટેલાઇટ આધારિત ઈન્ટરનેટ પહોંચાડવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
આ પહેલ દ્વારા ગુજરાતના ડિજિટલ કનેક્ટિવિટી મિશનને ગતિ મળશે. સાથે જ ઈ-ગવર્નન્સ સેવાઓ, કોમન સર્વિસ સેન્ટર, શાળાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ટેલિમેડિસિન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પોર્ટ અને વન્યજીવ અભ્યારણ્ય જેવા મહત્વના ક્ષેત્રોને પણ મજબૂત ડિજિટલ સપોર્ટ મળશે.
કંપનીનો દાવો છે કે સેવા અનલિમિટેડ ડેટા સાથે 99.9% અપટાઇમ આપશે અને વિવિધ હવામાન પરિસ્થિતિઓમાં પણ સ્થિર રહેશે. ખાસ કરીને એવા વિસ્તારોમાં, જ્યાં ફાઈબર અથવા પરંપરાગત બ્રોડબેન્ડ ઉપલબ્ધ નથી, ત્યાં સ્ટારલિંક મહત્વપૂર્ણ વિકલ્પ બની શકે છે.
ગુજરાત સરકાર અને સ્ટારલિંકના પ્રતિનિધિઓ સાથે સંયુક્ત વર્કિંગ ગ્રુપ બનાવાશે, જે LoIના અસરકારક અમલીકરણ પર નજર રાખશે. આ પહેલને ‘ડિજિટલ ઈન્ડિયા’ અને ‘વિકસિત ભારત 2047’ના વિઝન તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત, સ્પેસએક્સ દ્વારા બેંગ્લુરુમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે ભારતમાં લાંબા ગાળાની કામગીરીની તૈયારીનો સંકેત આપે છે. જરૂરી સરકારી મંજૂરીઓ મળ્યા બાદ સ્ટારલિંક ભારતના ડિજિટલ ઈન્ટરનેટ ક્ષેત્રમાં મોટો બદલાવ લાવી શકે તેવી શક્યતા છે.
સ્ટારલિંકે અગાઉ ડિસેમ્બરમાં ભારતીય બજાર માટે તેની યોજનાઓના સંકેત આપ્યા હતા. કમ્પનીએ પોતાની વેબસાઈટ પર તેના માસિક પ્લાનના શું ભાવ રહેશે ઉપરાંત હાર્ડવેર કીટના ખર્ચ પણ જાહેર કર્યા હતા. આ એક લાંબા ગાળાની યોજના પણ બની રહે તેવા કંપનીના સાહસો જોવા મળી રહ્યા છે.
કંપનીના જાહેર કરાયેલા ભાવ અને અન્ય વિગતો અહીંથી જાણો..
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.