મકરબામાં સંપત્તિ મામલે પુત્રએ કરી માતાની હત્યા
ઘરના બદલામાં પૈસા ન મળતા પુત્રએ માથામાં દંડાના ફટકા માર્યા; આનંદનગર પોલીસે કરી કાર્યવાહી..

પુત્રએ કરી માતાની હત્યા

પુત્રએ કરી માતાની હત્યા
અમદાવાદ શહેરના મકરબા વિસ્તારમાં પ્રોપર્ટીના લોભમાં એક પુત્રએ પોતાની જ જનેતાની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મકરબામાં આવેલા ઔડાના મકાનમાં શુક્રવારે મોડી રાત્રે ઘરના વિવાદમાં ઉશ્કેરાયેલા પુત્રએ માતાને લાકડાના દંડાના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
પ્રોપર્ટીના પૈસા માગતા થયો વિવાદ:
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત મુજબ, મૃતક કપિલાબેન દેવીપૂજક તેમના ઘરે હાજર હતા ત્યારે તેમનો પુત્ર અજય ત્યાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી માતા-પુત્ર વચ્ચે એક ઘરને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. અજયે આ ઘરના બદલામાં તેની માતા પાસે પૈસાની માંગણી કરી હતી.
ઉશ્કેરાટમાં જીવલેણ હુમલો:
જ્યારે કપિલાબેને પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી, ત્યારે અજય પોતાનો કાબૂ ગુમાવી બેઠો હતો. ઉગ્ર બોલાચાલી બાદ અજયે બાજુમાં પડેલો લાકડાનો દંડો ઉઠાવ્યો હતો અને માતાના માથામાં અનેક ઝીંકી દીધા હતા. માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા કપિલાબેન લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા.
સારવાર દરમિયાન મોત:
ગંભીર રીતે ઈજાગ્રસ્ત કપિલાબેનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ આનંદનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા હત્યારા પુત્ર અજયની ધરપકડ કરી લીધી છે. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી પોલીસ આ મામલે વધુ કાયદેસરની તપાસ ચલાવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.