આરતી સાંગાણીના પ્રેમલગ્નથી સોશિયલ મીડિયામાં હંગામો
આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે કરેલા લગ્ન બાદ સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયો

આરતી સાંગાણી

આરતી સાંગાણી
સુરતની જાણીતી પાટીદાર લોકગાયિકા આરતી સાંગાણી પ્રેમલગ્ન વિવાદ હાલ સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આરતી સાંગાણીએ પોતાની સાથે કામ કરતા જાણીતા તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે પ્રેમલગ્ન કરીને સંસાર માંડ્યો છે, પરંતુ આ નિર્ણયથી સમાજના કેટલાક વર્ગોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ લગ્નને લઈને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે, જેમાં કેટલાક લોકો કલાકારના અંગત જીવનના નિર્ણયને સમર્થન આપી રહ્યા છે, તો કેટલાક લોકો સામાજિક પરંપરાઓના નામે વિરોધ કરી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે ગાયિકાએ મૌન તોડીને વિરોધ કરનારાઓને રોકડું પરખાવ્યું છે.
ગાયિકાએ વીડિયો જાહેર કરીને વાત રજૂ કરી
તબલા વાદક દેવાંગ ગોહેલ સાથેના આ આરતી સાંગાણી પ્રેમલગ્ન વિવાદમાં ગાયિકાએ એક ભાવુક વીડિયો જાહેર કરીને પોતાની વાત રજૂ કરી છે. વીડિયોમાં આરતીએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે, શું એકબીજાને પ્રેમ કરવો એ કોઈ ગુનો છે? તેણે સમાજના એવા અગ્રણીઓ પર નિશાન સાધ્યું છે જેઓ એક તરફ 'બેટી બચાવો, બેટી પઢાવો'ના નારા લગાવે છે, પરંતુ જ્યારે એ જ દીકરી પોતાના જીવનસાથીની પસંદગી કરે છે ત્યારે તેને તે હક આપવામાં આવતો નથી. આરતીએ સ્પષ્ટ કર્યું છે કે, તે અને દેવાંગ એકબીજા સાથે ખૂબ જ ખુશ છે અને સમાજે તેમની આઝાદી અને પસંદગીના અધિકારનો સ્વીકાર કરવો જોઈએ.
કિંજલ દવે સાથે થયેલા વિવાદની યાદ તાજી કરી
આ ઘટનાએ ફરી એકવાર જાણીતી સિંગર કિંજલ દવે સાથે થયેલા વિવાદની યાદ તાજી કરી દીધી છે. કિંજલ દવે અને ધ્રુવીન શાહના મામલે પણ જે રીતે સામાજિક બહિષ્કાર અને ટીકાઓ થઈ હતી, તેવો જ કંઈક માહોલ આ પ્રેમલગ્ન વિવાદમાં જોવા મળી રહ્યો છે. કિંજલ દવેએ પણ અગાઉ કહ્યું હતું કે, કલાકાર હોવાની સાથે તે એક સામાન્ય દીકરી પણ છે અને તેને પણ સુખી થવાનો પૂરેપૂરો હક છે. આરતી સાંગાણીના કિસ્સામાં પણ એવું જ જોવા મળ્યું છે કે, સોશિયલ મીડિયા પર લોકો કમેન્ટ્સ અને રીલ્સ દ્વારા કલાકારને ટ્રોલ કરી રહ્યા છે, જેની સામે તેણે વીડિયો બનાવી પોતાની વેદના ઠાલવી છે.
આ કાર્યથી કોઈની લાગણી દુભાઈ
આ વીડિયોમાં આરતી સાંગાણીએ જણાવ્યું છે કે, તેણે અત્યાર સુધી તમામ 18 વર્ણના લોકોનો સાથ-સહકાર મેળવ્યો છે અને તેને આશા છે કે આગળ પણ મળતો રહેશે. જોકે, તેણે નમ્રતાપૂર્વક એમ પણ ઉમેર્યું કે, જો તેના આ કાર્યથી કોઈની લાગણી દુભાઈ હોય તો તે દિલથી માફી માંગે છે. આ આરતી સાંગાણી પ્રેમલગ્ન વિવાદમાં ગાયિકાએ ખાસ કરીને યુવા પેઢીને અપીલ કરી છે કે તેઓ પરિવર્તનને સમજે. ગાયિકાનો દાવો છે કે તેઓ બંને પુખ્ત વયના છે અને કાયદેસર રીતે એકસાથે રહેવાનો તેમને હક છે.
અંગત જીવનમાં દખલ કરવાને બદલે કલાને પ્રોત્સાહન
સમાજ અને કલાકાર વચ્ચેના આ ઘર્ષણમાં પ્રેમલગ્ન વિવાદ દિવસેને દિવસે વધુ ઘેરો બની રહ્યો છે. જે રીતે પાટીદાર સમાજની અંદર આ લગ્ન વિશે ચર્ચાઓ ચાલી રહી છે, તે જોતા લાગે છે કે, આવનારા દિવસોમાં સામાજિક સ્તરે કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે છે. જોકે, આરતી અને દેવાંગે સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ પોતાની નવી જિંદગીની શરૂઆત કરી ચૂક્યા છે અને લોકોની નકારાત્મક ટિપ્પણીઓથી તેમને કોઈ ફર્ક પડતો નથી. તેઓ ઈચ્છે છે કે, લોકો તેમના અંગત જીવનમાં દખલ કરવાને બદલે તેમની કલાને પ્રોત્સાહન આપે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.