સુરતમાં હચમચાવતી ઘટના: પરિવારે કર્યો સામૂહિક આપઘાત
સુરતમાં હરિપુરાની સૌય શેરીમાં ટેલરિંગ વ્યવસાય સાથે જોડાયેલા પરિવારે ભરી લીધું અંતિમ પગલું

પરિવારે કર્યો સામૂહિક આપઘાત

પરિવારે કર્યો સામૂહિક આપઘાત
સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલી હરિપુરા સૌય શેરીમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ટેલરિંગના વ્યવસાય સાથે જોડાયેલા 36 વર્ષીય ફૈઝ અહેમદે તેમની પત્ની અને માસૂમ પુત્ર સાથે ઝેરી દવા પીને જીવનનો અંત આણ્યો છે.
માહિતી મુજબ, મૃતક ફૈઝ અહેમદના ભાઈએ તેમને વારંવાર ફોન કર્યા હતા, પરંતુ કોઈ જવાબ ન મળતા તેઓ તપાસ કરવા માટે હરિપુરા સ્થિત ઘરે પહોંચ્યા હતા. ઘરે પહોંચતા જ અંદરનો નજારો જોઈને તેમના હોશ ઉડી ગયા હતા. પરિવારના ત્રણેય સભ્યો નિશ્ચેતન અવસ્થામાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ લાલગેટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
પરિવાર તાજેતરમાં જ વિદેશથી પરત આવ્યો હતો
આ ઘટના પાછળનું સૌથી આઘાતજનક પાસું એ છે કે, આ પરિવાર માત્ર એક અઠવાડિયા પહેલા જ સઉદી અરેબિયાની ધાર્મિક યાત્રા (ઉમરાહ/હજ) કરીને પરત ફર્યો હતો. ઘરમાં ખુશીનો માહોલ હોવો જોઈતો હતો, તેના બદલે પરિવારે આટલું મોટું અંતિમ પગલું કેમ ભર્યું તે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે.
મૃતકોની વિગત:
ફૈઝ અહેમદ (ઉંમર 36 વર્ષ) – પતિ (વ્યવસાયે ટેલર)
મુબીના અહેમદ (ઉંમર 32 વર્ષ) – પત્ની
નોમાન અહેમદ (ઉંમર 13 વર્ષ) – પુત્ર
પોલીસને હાલ પ્રાથમિક તપાસમાં કોઈ સુસાઈડ નોટ મળી નથી, પરંતુ આર્થિક સંકળામણ અથવા અન્ય કોઈ અંગત કારણ હોવાની આશંકા સેવાઈ રહી છે.
લાલગેટ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે અને પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.