સરસપુર: ડીજેના અવાજથી મચ્યો હોબાળો, બે જૂથ સામસામે
ડીજે ધીમું વગાડવા બાબતે વંદે માતરમ્ પાર્ટી પ્લોટમાં હંગામો, 7ની અટકાયત

બે જૂથ સામસામે

બે જૂથ સામસામે
અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલ વંદે માતરમ્ પાર્ટી પ્લોટમાં ગઈકાલે રાત્રે ખુશીનો માહોલ પળભરમાં હિંસામાં ફેરવાઈ ગયો હતો. લગ્નપ્રસંગમાં ઊંચા અવાજે વાગી રહેલા ડીજેના મુદ્દે બે અલગ-અલગ સમુદાયના જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો પથ્થરમારો અને તોડફોડ સુધી પહોંચ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ઘટનાની વિગત
20 ફેબ્રુઆરીની રાત્રે આશરે 11:30 વાગ્યે વંદે માતરમ્ પાર્ટી પ્લોટમાં એક યુવતીના લગ્નની વિધિ ચાલી રહી હતી. આ દરમિયાન ડીજે પર ગીતો વાગી રહ્યા હતા. અચાનક આસપાસના વિસ્તારના કેટલાક લોકો ત્યાં પહોંચ્યા હતા અને ડીજેનો અવાજ ધીમો કરવા અથવા બંધ કરવા દબાણ કર્યું હતું. આ બાબતે લગ્ન પક્ષ અને સ્થાનિકો વચ્ચે ઝપાઝપી શરૂ થઈ હતી.
જોતજોતામાં મામલો એટલો બિચક્યો કે ઉશ્કેરાયેલા ટોળાએ પાર્ટી પ્લોટની બહાર પાર્ક કરેલા વાહનો પર પથ્થરમારો શરૂ કર્યો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કેટલાક શખ્સો હાથમાં તલવારો લઈને પણ ધસી આવ્યા હતા. આ હિંસક અથડામણમાં અનેક વાહનોના કાચ તૂટી ગયા હતા અને જાનૈયાઓમાં નાસભાગ મચી ગઈ હતી.
પોલીસ કાર્યવાહી અને ધરપકડ
ઘટનાની જાણ થતાં જ શહેરકોટડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે આ મામલે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી છે.
અત્યાર સુધીમાં હિંસા ભડકાવવા બદલ 7 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસ અત્યારે પાર્ટી પ્લોટ અને આસપાસના CCTV ફૂટેજ તપાસી રહી છે જેથી અન્ય હુમલાખોરોની ઓળખ થઈ શકે.
VHP અને મહિલાઓનો પોલીસ સ્ટેશનમાં વિરોધ
આ ઘટનાના વિરોધમાં આજે સવારથી જ માહોલ ગરમાયો હતો. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના કાર્યકરો અને પીડિત પરિવારની મહિલાઓ મોટી સંખ્યામાં શહેરકોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
મહિલાઓએ 'પોલીસ હાય હાય' ના બેનરો સાથે પોલીસ સ્ટેશનના પટાંગણમાં જ ધરણાં શરૂ કર્યા હતા. પ્રદર્શનકારીઓનો આક્ષેપ છે કે પોલીસ એકતરફી કાર્યવાહી કરી રહી છે અને મુખ્ય સૂત્રધારો હજુ પણ ફરાર છે.
સરસપુરના વોરાના રોજા પાસે આવેલા આ પાર્ટી પ્લોટની ઘટનાએ શહેરમાં કોમી સંવાદિતા સામે ફરી સવાલો ઉભા કર્યા છે. હાલમાં તણાવપૂર્ણ શાંતિ છે અને પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.