પેલેડિયમ મોલમાં ભગવા સેનાનો ક્રિસમસને લઇ વિરોધ
થલતેજ પેલેડિયમ મોલમાં ભગવા સેનાની એન્ટ્રી: ઉજવણીના ડેકોરેશનનો વિરોધ કરી તોડફોડ

ભગવા સેનાએ ક્રિસમસ ટ્રી તોડ્યું

ભગવા સેનાએ ક્રિસમસ ટ્રી તોડ્યું
અમદાવાદમાં ક્રિસમસ અને 31 ડિસેમ્બરની ઉજવણીના માહોલ વચ્ચે શનિવારે થલતેજ સ્થિત જાણીતા 'પેલેડિયમ મોલ'માં હંગામો મચી ગયો હતો. ભગવા સેનાના કાર્યકરોએ મોલમાં કરવામાં આવેલા ક્રિસમસના શણગારનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને સ્થળ પર લાગેલા ક્રિસમસ ટ્રીને તોડી પાડ્યું હતું. આ ઘટનાને પગલે મોલમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકોમાં પણ થોડા સમય માટે ગભરાટ ફેલાયો હતો.
લાગણી દુભાઈ હોવાનો દાવો અને હોબાળો મળતી માહિતી મુજબ, ભગવા સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં મોલના પ્રાંગણમાં એકઠા થયા હતા. પ્રદર્શનકારીઓનો આક્ષેપ હતો કે પશ્ચિમી સંસ્કૃતિના આ પ્રકારના શણગારથી તેમની ધાર્મિક લાગણીઓ દુભાય છે.
પ્રદર્શનકારીઓએ મોલ મેનેજમેન્ટ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ડેકોરેશન હટાવવાની માંગ કરી હતી. વિવાદ વકરતા કાર્યકરોએ ત્યાં મુકાયેલા ક્રિસમસ ટ્રી અને અન્ય શણગારને નુકસાન પહોંચાડ્યું હતું. પરિસ્થિતિને પારખીને મોલ મેનેજમેન્ટ દ્વારા તુરંત જ ડેકોરેશન હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
અટકાયતનો દોર ઘટનાની જાણ થતા જ વસ્ત્રાપુર પોલીસનો મોટો કાફલો પેલેડિયમ મોલ દોડી ગયો હતો. જાહેર શાંતિનો ભંગ કરવા બદલ અને તોડફોડ કરવા બદલ પોલીસે ભગવા સેનાના કેટલાક સક્રિય કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત કરાયેલા તમામ લોકોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં છે અને મોલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે.
તપાસ અને કાયદેસરની કાર્યવાહી પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે જેથી તોડફોડ કરનારાઓની ઓળખ કરી શકાય. અત્યારે મોલ અને તેની આસપાસના વિસ્તારોમાં માહોલ શાંતિપૂર્ણ છે, પરંતુ તકેદારીના ભાગરૂપે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. મોલ મેનેજમેન્ટે આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આપવાનું ટાળ્યું છે, પરંતુ પ્રશાસન દ્વારા કાયદો હાથમાં લેનારા તત્વો સામે કડક કાર્યવાહીના સંકેત અપાયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.