ઋત્વા બ્રહ્મભટ્ટે અમેરિકામાં સાડા ત્રણ કરોડની સ્કોલરશીપ સાથે પ્રવેશ મેળવ્યો
બ્રાઉન યુનિવર્સિટીના 200 વર્ષના ઈતિહાસમાં સ્કોલરશીપ મેળવનાર પ્રથમ ભારતીય

ઋત્વા બ્રહ્મભટ્ટ

ઋત્વા બ્રહ્મભટ્ટ
મહેસાણાની ઋત્વા બ્રહ્મભટ્રે અમેરિકામાં ભારતનો ડંકો વગાડ્યો છે. અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીના 200 વર્ષના ઈતિહાસમાં 100 ટકા સ્કોલરશીપ સાથે પ્રવેશ મેળવનાર પ્રથમ ભારતીય બની છે. ઋત્વાએ રૂપિયા સાડા ત્રણ કરોડની સ્કોલરશીપ સાથે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો છે. મહત્વપૂર્ણ છે કે આ યુનિવર્સિટીમાં અમેરિકાના મોટા નેતાઓ અને બિઝનેસમેનોએ અભ્યાસ કર્યો છે.
મહેસાણાના જાણીતા એડવોકેટ ઉદયભાઇ બ્રહ્મભટ્ટ 9 વર્ષથી અમેરિકાના ટેનિસિમાં સ્થાયી થયા છે. તેમની 18 વર્ષની દીકરી ઋત્વાએ મહેસાણા જ નહીં પરંતુ ભારતની દીકરી તરીકે અમેરિકામાં નામ ઉજાગર કર્યું છે. ઋત્વિક બ્રહ્મભટ્ટે અમેરિકામાં રોડ આઇલેન્ડ સ્થિત બ્રાઉન યુનિવર્સિટીમાં ભારતીય કરન્સી મુજબ રૂપિયા સાડા ત્રણ કરોડની સ્કોલરશીપ સાથે પ્રવેશ મેળવ્યો છે. આ કોલેજમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિઓ, નેતાઓ તેમજ બિઝનેસમેનો અભ્યાસ કરી ચૂક્યા છે. યુનિવર્સિટીના 200 વર્ષના ઇતિહાસમાં 100 ટકા સ્કોલરશીપ મેળવનાર ઋત્વા બ્રહ્મભટ્ટ પ્રથમ ભારતીય બની છે. ઋત્વા બ્રહ્મભટ્ટે પોલિટિકલ સાયન્સના અભ્યાસમાં બ્રાઉન યુનિવર્સિટીમાં સ્કોલરશીપ મેળવી છે. આગામી સમયમાં ઋત્વા હાવડૅ યુનિવર્સિટીમાં લો નો અભ્યાસ કરવા જશે. ઉલ્લેખનીય છે કે, ઋત્વા બ્રહ્મભટ્ટના દાદા ગોવિંદભાઈ બ્રહ્મભટ્ટ મહેસાણા નગરપાલિકાના પ્રમુખ અને ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન રહી ચૂક્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ