ઓવરટેક કરતા કારે 3 લોકોને લીધા અડફેટે, 1નું મોત
અકસ્માતમાં 1 મહિલાનું મોત અને 2 પુરુષો ઈજાગ્રસ્ત થયા, પોલીસે કારચાલકની અટકાયત કરી

પાલનપુરમાં અકસ્માત

પાલનપુરમાં અકસ્માત
બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલી કારે 3 લોકોને અડફેટે લેતા એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે અન્ય 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના પાલનપુરના હનુમાન ટેકરી સર્વિસ રોડ વિસ્તારમાં બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, કારચાલકે ઓવરટેક કરવાના પ્રયાસમાં પોતાની કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે અકસ્માત સર્જાયો હતો.
પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડ્યો
કાર ચાલકે દૂધ લઈને જઈ રહેલા એક મહિલા સહિત 3 લોકોને અડફેટે લીધા હતા, જેના પગલે સ્થળ પર હાજર લોકોના ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા. મૃતક મહિલાની ઓળખ પાલનપુરની ગાયત્રી નગર સોસાયટીમાં રહેતા ભારતીબેન ઠક્કર તરીકે થઈ છે, જેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા 2 પુરુષોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
આ પણ વાંચો: હિંમતનગર GIDC ઓવરબ્રિજ પર અકસ્માત
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો
સ્થાનિકોએ તાત્કાલિક કારચાલકને પકડી પાડીને પોલીસના હવાલે કર્યો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, કારચાલક આબુ રોડનો રહેવાસી ઈશ્વર પાટીલ છે, જેની પોલીસે ઘટના બાદ જ અટકાયત કરી લીધી છે. પોલીસે મૃતક ભારતીબેન ઠક્કરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. પોલીસે આ ગંભીર અકસ્માત અંગે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી અને અકસ્માતની વધુ તપાસ હાથ ધરી છે, જેથી આ અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણી શકાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?