હિંમતનગર GIDC ઓવરબ્રિજ પર અકસ્માત
રોડ રોલરને ટ્રેલરની ટક્કર, ખાડા પુરતા 3 શ્રમિક અને એક મેનેજરનું મોત

હિંમતનગર GIDC અકસ્માત

હિંમતનગર GIDC અકસ્માત
હિંમતનગરના GIDC ઓવરબ્રિજ વિસ્તારમાં મોડી રાત્રે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાર લોકોના મોત થયા છે. મળી રહેલી પ્રાથમિક વિગતો મુજબ એક ટ્રેલર પૂરજોશે આવીને રસ્તા પર કામ કરી રહેલા રોડ રોલરને અડફેટે લીધો હતો. અકસ્માતની તીવ્રતા એટલી હતી કે ત્યાં હાજર તમામ કર્મચારીઓ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા હતા.
મૃતક ચાર પૈકી ત્રણ શ્રમિકો રસ્તા પરના ખાડા પુરવાનું કામ કરી રહ્યા હતા, જ્યારે ચોથું મૃત્યુ થયેલું વ્યકિત સાઇટ મેનેજર હોવાનું સામે આવ્યું છે. કેન્દ્રીય મંત્રીના આગમનને લઈ માર્ગસુધારણા કાર્ય ઝડપથી ચાલી રહ્યું હતું.
અકસ્માત બાદ સ્થાનિક રહિશોએ તરત બચાવ કામગીરી શરૂ કરી હતી, પરંતુ ગંભીર ઈજાઓને કારણે કોઈને બચાવી શકાયું નહોતું. ઘટના સમયે ટ્રેલર અચાનક ઝડપી ગતિએ આવીને ટક્કર મારી હોવાનું કહેવાય છે, જેના પગલે વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી.
હિંમતનગર પોલીસે ઘટનાની નોંધ લઈ તપાસ શરૂ કરી છે. ટ્રેલર ચલાવનારની ભૂલ હતી કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?