સુરત ઝૂમાં વાઘની નવી જોડી 'શ્રી-અભય'નું આગમન
ભુવનેશ્વરથી 1675 કિમીની મુસાફરી ખેડી વાઘની જોડી સુરત પહોંચી

સુરત સરથાણા નેચર પાર્ક વાઘ

સુરત સરથાણા નેચર પાર્ક વાઘ
સુરતના વન્યજીવ પ્રેમીઓ માટે ઉત્સાહના સમાચાર છે. શહેરના સરથાણા સ્થિત ડો. શ્યામાપ્રસાદ મુખરજી ઝૂલોજીકલ ગાર્ડનમાં ઓડિશાના ભુવનેશ્વરથી વાઘની એક નવી જોડી લાવવામાં આવી છે. આ નવા મહેમાનોને જોવા માટે સુરતીઓમાં અત્યારથી જ ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે.
ભુવનેશ્વરથી સુરત સુધીની 1675 કિમીની સફર :
સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આ નેચર પાર્કમાં એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ ભુવનેશ્વરના પ્રસિદ્ધ નંદનકાનન ઝૂમાંથી વાઘ 'અભય' અને વાઘણ 'શ્રી'ને લાવવામાં આવ્યા છે. આ જોડીએ ખાસ સુરક્ષા વચ્ચે 48 કલાકની સતત મુસાફરી કરીને આશરે 1675 કિલોમીટરનું અંતર કાપ્યું છે. મંગળવારે તેમને વિધિવત રીતે પ્રદર્શિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
શા માટે પ્રાણીઓને ક્વોરન્ટાઇન રાખવા જરૂરી ?
નિયમ મુજબ અન્ય રાજ્યમાંથી લાવવામાં આવેલા પ્રાણીઓને સીધા જ સામાન્ય પાંજરામાં રાખવામાં આવતા નથી. સુરત અને ભુવનેશ્વરના વાતાવરણમાં મોટો તફાવત હોવાથી પ્રાણીઓને નવા માહોલમાં સેટ થવા માટે સમય આપવામાં આવે છે. લાંબી મુસાફરીનો થાક ઉતારવા અને તેમના સ્વાસ્થ્યનું ઝીણવટભર્યું અવલોકન કરવા માટે આ જોડીને 45 દિવસ સુધી ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન પશુચિકિત્સકો દ્વારા તેમના ખોરાક અને વર્તન પર ખાસ નજર રાખવામાં આવશે.
ટૂંક સમયમાં મુલાકાતીઓ માટે ખુલશે આકર્ષણ :
હાલમાં આ વાઘની જોડી ખાસ ઓબ્ઝર્વેશન હેઠળ છે. ક્વોરન્ટાઇન પિરિયડ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ, સહેલાણીઓ આ શાહી જોડીને નજીકથી નિહાળી શકશે. વન્યજીવોના સંરક્ષણ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી સુરત ઝૂમાં આ નવા સભ્યોનો ઉમેરો કરવામાં આવ્યો છે, જે સુરતના પ્રવાસન માટે એક નવું નજરાણું સાબિત થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.