છારાનગરમાં ખૂની ખેલ: વૃદ્ધાની લૂંટ બાદ હત્યા
સરદારનગરના છારાનગરમાં એકલવાયું જીવન જીવતા ભારતીબેનની ઘાતકી હત્યા, સોનું-રોકડ સાફ

વૃદ્ધાની લૂંટ બાદ હત્યા

વૃદ્ધાની લૂંટ બાદ હત્યા
અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા છારાનગર વિસ્તારમાં મોડી રાત્રે ઘરમાં ઘુસી લૂંટ બાદ હત્યાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.
ફ્રી કોલોનીમાં એકલા રહેતા એક વૃદ્ધાના ઘરમાં અજાણ્યા શખ્સોએ ઘૂસીને તેમની નિર્મમ હત્યા કરી છે અને ઘરના કિંમતી દાગીના તથા રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.
ઘટનાની વિગતો
મળતી માહિતી મુજબ, ભારતીબેન બજરંગી નામના વૃદ્ધા છારાનગરની ફ્રી કોલોનીમાં છેલ્લા ઘણા સમયથી એકલા રહેતા હતા. રવિવારે રાત્રે તેઓ જમીને સુઈ ગયા હતા, તે દરમિયાન મોડી રાત્રે લૂંટારુઓએ ત્રાટકીને આ કાવતરાને અંજામ આપ્યો હતો.
વહેલી સવારે 3:30 વાગ્યાની આસપાસ એક સ્થાનિક વ્યક્તિ ત્યાંથી પસાર થયો ત્યારે તેણે જોયું કે વૃદ્ધા ઘરના ફ્લોર પર શંકાસ્પદ હાલતમાં પડેલા છે. તેણે તુરંત પરિવાર અને પોલીસને જાણ કરી હતી.
તિજોરી ખુલ્લી અને સામાન વેરવિખેર
પોલીસ અને પરિવારે જ્યારે ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે દ્રશ્ય ભયાનક હતું. ભારતીબેનના પગ બાંધેલા હતા અને તેઓ ઉંઘા મોઢે પડેલા હતા. તેમના શરીર પર રહેલા સોનાના દાગીના ગાયબ હતા.
ઘરની તિજોરી ખુલ્લી હતી અને અંદર રહેલી રોકડ રકમ પણ ગાયબ હતી. લૂંટારુઓએ સમગ્ર ઘરનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો, જે દર્શાવે છે કે તેમણે પૂરી શાંતિથી લૂંટ ચલાવી હતી.
ઇજાના નિશાન અને પોલીસ તપાસ
મહિલાના મોઢા પર અને શરીરના અન્ય ભાગો પર ઇજાના નિશાન મળી આવ્યા છે, જે તેમની હત્યા કરવામાં આવી હોવાની પુષ્ટિ કરે છે. સરદારનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને એફએસએલ (FSL)ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે જેથી મોડી રાત્રે શંકાસ્પદ રીતે ફરતા શખ્સોની ઓળખ થઈ શકે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

‘લોકશાહીની રક્ષા કાજે’ કાર્યક્રમમાં OBC, SC, ST અને લઘુમતી સમાજના અધિકારોથી લઈને મહિલાઓની ભૂમિકા સુધી અનેક મહત્વના મુદ્દા ચર્ચાયા

ચકાસણી માટે 1,776 અરજીઓ આવી હતી, જેમાંથી 619 પર કાર્યવાહી થઈ છે. હવે સવાલ એ છે કે નકલી પ્રમાણપત્રના આધારે સરકારી નોકરી કે અન્ય લાભ મેળવનારાઓનું શું થશે?

અમદાવાદથી ગાંધીનગર સુધી ખળભળાટ! 3 સ્કૂલો અને કોર્ટને અચાનક કેમ ખાલી કરાવ્યા? વાલીઓને તાત્કાલિક બાળકોને લેવા બોલાવાયા અને બોમ્બ સ્ક્વોડ-પોલીસની ટીમો પહોંચી ગઈ.