સુરતની મિશન હોસ્પિટલમાં ભીષણ આગ, દર્દીઓમાં નાસભાગ, સદનસીબે જાનહાનિ ટળી
સુરતની મિશન હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી આગ પર કાબૂ મેળવ્યો...

મિશન હોસ્પિટલમાં આગનું તાંડવ...!

મિશન હોસ્પિટલમાં આગનું તાંડવ...!
સુરતની જાણીતી મિશન હોસ્પિટલમાં આજે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોરની અંદર આગ લાગતાં જ ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી દીધી હતી. આગની તીવ્રતાને જોતાં હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ પ્રશાસન દ્વારા તમામ દર્દીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ ત્વરિત ધોરણે કરવામાં આવી હતી.
સદનસીબે, આ ગંભીર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જે એક મોટી રાહતની વાત છે. જો કે, આગ કયા કારણોસર લાગી તે હજુ અસ્પષ્ટ છે અને ફાયર વિભાગ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાથી દર્દીઓ અને તેમના પરિજનોમાં ભારે ગભરાટ ફેલાયો હતો, પરંતુ તંત્રની તાત્કાલિક કાર્યવાહીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.