સુરત શહેરમાં બેફામ દોડતી લક્ઝરી બસે વધુ એક જીવ હરણ કર્યો છે. 22 વર્ષીય યુવક, પ્રશાંત રમેશભાઈ આહીર, નાઈટ ડ્યૂટી પર જતી વખતે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે ન્યૂ લક્કી લક્ઝરી બસ (AR 11 A 8822)એ ટક્કર મારી અને આખી બસ તેના માથા પરથી ફરી નીકળી હતી. ઘટનાસ્થળે જ યુવકનું કમકમાટીભર્યું મોત થયું હતું.
પરિવારે દીકરો ગુમાવ્યો
મૂળ મહારાષ્ટ્રના અને હાલ પુણાગામની કર્મેશ્વર સોસાયટીમાં રહેતો પ્રશાંત પોતાનો પરિવાર - માતા, પિતા અને 2 બહેનો સાથે રહેતો હતો. સહાયરૂપે તે સારોલી ખાતે રાત્રિના કામે જતો હતો. ઘટના સમયે માતા-પિતા સાથે જમ્યા બાદ તે નોકરી પર નીકળ્યો હતો અને રસ્તા ક્રોસ કરતા આ દુર્ઘટના સર્જાઈ હતી. પરિવારે તેમનો એકમાત્ર દીકરો ગુમાવ્યો છે.
ડ્રાઈવર ફરાર, પોલીસ તપાસ શરૂ
અકસ્માત બાદ બસચાલક સ્થળેથી ફરાર થઈ ગયો હતો. મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવી છે અને પુણા પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. ડ્રાઈવર સામે પગલાં લેવા તંત્ર ચુસ્ત થયું છે.
કામરેજમાં પણ બસ અકસ્માત, યુવતીનું મોત
આ ઘટના ઉપરાંત, કામરેજ ચાર રસ્તા નજીક પવન ટ્રાવેલ્સની બસે બાઈકને ટક્કર મારી હતી. બાઇક પર સવાર અંજલી નામની યુવતીનો અકસ્માતમાં ભયંકર મૃત્યુ થયો હતો. બસ અમદાવદ તરફ જતી વખતે તીવ્ર ઝડપે સર્વિસ રોડ પર બાઈકને ઠોકર મારી હતી, જેમાં પાછળ બેઠેલી અંજલી રસ્તા પર પટકાઈ હતી અને તેનું માથું બસના પાછળના વ્હીલ નીચે આવી ગયું હતું. એમ્બ્યુલન્સના ના ડૉક્ટરે સ્થળ પર પહોંચીને યુવતીને મૃત જાહેર કરી હતી.