ગુજરાતમાં વધતા રોડ અકસ્માતમાં હોમાતી જિંદગીઓ!
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં રેલિંગ તોડી કાર અંદર ઘૂસી, રાજકોટમાં મહિલાનું ઘટનાસ્થળે મોત

છેલ્લા 24 કલાક રાજ્યમાં 3 અક્સ્માત

છેલ્લા 24 કલાક રાજ્યમાં 3 અક્સ્માત
ગુજરાતમાં માર્ગ અકસ્માતોની હારમાળા અટકવાનું નામ નથી લઈ રહી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના બે મુખ્ય શહેરોમાં સર્જાયેલા ત્રણ ગંભીર અકસ્માતોએ ફરી એકવાર માર્ગ સુરક્ષા અને બેફામ વાહન ચાલકો સામે મોટા સવાલો ઉભા કર્યા છે. અમદાવાદ અને રાજકોટમાં બનેલી આ ઘટનાઓમાં બે લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકોના જીવ જોખમમાં મુકાયા હતા.
અમદાવાદ
અસલાલી રિંગ રોડ પર કારનો કચ્ચરઘાણ અમદાવાદના અસલાલી વિસ્તારમાં રિંગ રોડ પર મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી વિગતો અનુસાર, કેટલાક મિત્રો જમીને પરત ફરી રહ્યા હતા ત્યારે સ્વિફ્ટ કારના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર એટલી પ્રચંડ ગતિએ હતી કે તે રોડની બાજુની લોખંડની રેલિંગ તોડીને અંદર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અસલાલી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શેહરમાં બીજી તરફ SG હાઈવે પર ડમ્પરના આતંકથી કાર ડિવાઈડર પર ચઢી અમદાવાદનો પ્રખ્યાત એસ.જી. હાઈવે ફરી એકવાર ડમ્પર ચાલકોના આતંકનો સાક્ષી બન્યો છે. કર્ણાવતી ક્લબ પાસે પૂરપાટ ઝડપે આવતા એક ડમ્પરે કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર ફંગોળાઈને ડિવાઈડર પર ચઢી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. રાત્રિના સમયે ડમ્પર ચાલકોની બેફામ ગતિ હવે શહેરના લોકો માટે જીવનું જોખમ બની રહી છે.
રાજકોટ
હિટ એન્ડ રનમાં મહિલાનું મોત રાજકોટમાં પણ રસ્તો ઓળંગતી એક મહિલા કાળનો કોળિયો બની હતી. ગોંડલ ચોકડીથી હુડકો ચોકડી વચ્ચે રામાપીર હોટલ પાસે રોડ ક્રોસ કરી રહેલી મહિલાને એક અજાણ્યા કાર ચાલકે ફૂલ સ્પીડમાં હડફેટે લીધી હતી. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક માનવતા નેવે મૂકીને ફરાર થઈ ગયો હતો. ગંભીર ઈજાઓને કારણે મહિલાનું સ્થળ પર જ મોત થયું હતું. માલવીયા નગર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર કાર ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
વધતા અકસ્માતો: જવાબદાર કોણ?
રાજ્યમાં સતત વધી રહેલા અકસ્માતો પાછળ ઓવરસ્પીડિંગ, નશો કરીને વાહન ચલાવવું અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન મુખ્ય કારણો માનવામાં આવે છે. ખાસ કરીને હાઈવે અને રિંગ રોડ પર રાત્રિના સમયે ભારે વાહનોની અનિયંત્રિત ગતિ નિર્દોષ વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. પોલીસ પેટ્રોલિંગ અને કડક દંડ છતાં અકસ્માતનો આ સિલસિલો યથાવત છે, જે ચિંતાનો વિષય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.