ભચાઉ હાઈવે પર અકસ્માતમાં એક બાળક સહિત 2ના મોત
ભચાઉ હાઈવે પર 4 વાહનો વચ્ચે થયેલા અકસ્માતમાં 1 વર્ષના બાળક અને ટ્રેલર ચાલકનું મોત

અકસ્માતમાં 1 બાળક સહિત 2ના મોત

અકસ્માતમાં 1 બાળક સહિત 2ના મોત
કચ્છ જિલ્લાના ભચાઉ હાઈવે પર રવિવારે રાત્રે એક કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો હતો. કેસરી ગઢ રિસોર્ટની સામે 4 વાહનો વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ગંભીર ભચાઉ હાઈવે અકસ્માતમાં એક વર્ષના માસૂમ બાળક અને એક ટ્રેલર ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે. અકસ્માતને પગલે હાઈવે પર અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો અને વાહન વ્યવહાર ખોરવાયો હતો.
એક વર્ષનું બાળક આગની લપેટમાં
મળતી માહિતી અનુસાર, રવિવારે રાત્રે એક કાર અને આઈસર ટેમ્પો વચ્ચે સામસામે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે, જોતજોતામાં બન્ને વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી. કારમાં સવાર દંપતી કંઈ સમજે તે પહેલા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ અકસ્માત દરમિયાન કારમાં સવાર તેમનું એક વર્ષનું માસૂમ બાળક આગની લપેટમાં આવી જતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
પોલીસ કાફલો ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો
કાર અને આઈસર વચ્ચેના અકસ્માત બાદ, પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા અન્ય 2 ટ્રેલરો પણ અકસ્માત ગ્રસ્ત વાહનો સાથે અથડાયા હતા. આ શ્રેણીબદ્ધ અકસ્માતમાં એક ટ્રેલર ચાલકનું પણ ગંભીર ઈજાઓ થવાથી મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ ભચાઉ ફાયર ફાઈટરની ટીમ, 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચો: અકસ્માત બાદ યુવાનનો વિચિત્ર રીતે લોકોએ બચાવ્યો જીવ
વાહનોમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો
ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવીને વાહનોમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ હાઈવે અકસ્માતમાં ગંભીર રીતે દાઝેલા અને ઈજાગ્રસ્ત થયેલા દંપતીને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, દંપતીની હાલત ગંભીર છે અને તેઓને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે.
વાહનોને રસ્તા પરથી દૂર કરીને ટ્રાફિક હળવો કર્યો
પોલીસે બન્ને મૃતકોના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ અકસ્માતને કારણે હાઈવે પર લાંબો સમય સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ક્રેઈનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને રસ્તા પરથી દૂર કરી ટ્રાફિક હળવો કર્યો હતો. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.