સુરતમાં આરોપીએ જેલના જામીન 'ચોરી'માં વાપર્યા!
3 દિવસ પહેલા જ લાજપોર જેલમાંથી છૂટ્યો અને 10.7 લાખની ચોરી કરી! લિંબાયત પોલીસે ભેદ ઉકેલ્યો

જેલમાંથી છૂટી 10.7 લાખની ચોરી

જેલમાંથી છૂટી 10.7 લાખની ચોરી
સુરતના લિંબાયત વિસ્તારમાં થયેલી ₹10.7 લાખની મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં લિંબાયત પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ ગુનામાં વામિયા મુસ્તાક શા નામના આરોપીની ધરપકડ કરી છે.
ચોંકાવનારી વાત એ છે કે આરોપી હજુ ત્રણ દિવસ પહેલા જ લાજપોર જેલમાંથી જામીન પર મુક્ત થયો હતો અને બહાર આવતાની સાથે જ ફરી ગુનાખોરીના રસ્તે ચઢી ગયો હતો.
લગ્ન પ્રસંગનો લાભ ઉઠાવ્યો
ઘટનાની વિગત મુજબ, ગત 9 ફેબ્રુઆરીના રોજ લિંબાયત વિસ્તારની એક સોસાયટીના મકાન નંબર 301માં રહેતા સુલતાના અન્સારી અને તેમનો પરિવાર એક લગ્ન પ્રસંગમાં બહાર ગયો હતો.
આ બંધ મકાનને આરોપીએ નિશાન બનાવ્યું હતું. આરોપીએ ઘરની રેકી કરી હતી અને તક મળતા જ ઘરમાં ઘૂસી ₹10.7 લાખની મત્તા જેમાં સોના-ચાંદીના ઘરેણાં અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે, તેની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
CCTV ફૂટેજથી ધરપકડ
ચોરીની ફરિયાદ નોંધાતા જ લિંબાયત પોલીસ સક્રિય થઈ હતી. પોલીસે વિસ્તારના 50 જેટલા CCTV ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજ અને બાતમીદારોની મદદથી પોલીસે આરોપી વામિયા મુસ્તાક શા ને શોધી કાઢ્યો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપી અગાઉ પણ વલસાડમાં એક અને લિંબાયતમાં બે ગુનાઓમાં સંડોવાયેલો છે.
પોલીસે આરોપી પાસેથી ચોરી ગયેલા સોના-ચાંદીના ઘરેણાં સહિતનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા આ આરોપીને પકડી પાડી પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.