અમદાવાદમાં પોલીસની મહત્વની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ
ટ્રાફિક સમસ્યા, સાયબર ફ્રોડ અને નાર્કોટિક્સ ડામવા પોલીસ એક્શન મોડમાં

અમદાવાદ રીજનલ ક્રાઇમ કોન્ફરન્સ

અમદાવાદ રીજનલ ક્રાઇમ કોન્ફરન્સ
અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસ ખાતે આજે એક ઉચ્ચ સ્તરીય રીજનલ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્યના ઇન્ચાર્જ DGP કે.એલ.એન. રાવ સહિત અમદાવાદ અને ગાંધીનગર રેન્જના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સમાં ખાસ કરીને વધતા ટ્રાફિક, સાયબર ગુનાઓ અને ડ્રગ્સના દૂષણને રોકવા માટેના આયોજન પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
ક્રાઇમ પ્રોફાઇલનું વિશ્લેષણ અને ડિટેક્શન રેટ :
બેઠક દરમિયાન વર્ષ 2025 અને જાન્યુઆરી 2026 ના ગુનાખોરીના આંકડાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, શહેરમાં ગંભીર ગુનાઓની નોંધણીમાં વધારો થયો છે, પરંતુ તેની સામે પોલીસની સક્રિયતાને કારણે ગુના ઉકેલવાના દરમાં પણ સુધારો થયો છે. ખાસ કરીને મિલકતને લગતા ગુનાઓમાં તપાસની ગતિ વધારવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
સાયબર સુરક્ષા અને સિનિયર સિટિઝન્સ માટે જાગૃતિ :
સાયબર ફ્રોડના વધતા કિસ્સાઓ રોકવા માટે પોલીસ હવે સાયબર એક્સપર્ટ્સ અને બેન્કો સાથે મળીને મ્યુલ એકાઉન્ટ્સ વિરુદ્ધ ખાસ ઝુંબેશ ચલાવશે. સાયબર ઠગાઈનો સૌથી વધુ ભોગ બનતા વડીલો અને સિનિયર સિટિઝન્સ માટે ખાસ જાગૃતિ કાર્યક્રમો શરૂ કરવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થાને વધુ ડિજિટલ બનાવવા માટે નેત્રમ અને ત્રિનેત્રમ પ્રોજેક્ટ હેઠળ રાજ્યભરમાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક મજબૂત કરવામાં આવશે.
નાર્કોટિક્સ સામે ટાસ્ક ફોર્સ અને નવી ભરતી :
રાજ્યમાં નશાના કારોબારને જડબાતોડ જવાબ આપવા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસ દળમાં માનવબળ વધારવા માટે પ્રથમ તબક્કાની 9,000 જવાનોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને બીજા તબક્કાની પ્રક્રિયા પણ ઝડપથી આગળ વધારવામાં આવશે. ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ હલ કરવા માટે નવા ટેકનિકલ સુધારા અને ફોર્સની તૈનાતી અંગે પણ આ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.