રાજકોટ બન્યું રાજ્યનું બીજું નલિયા?
10 વર્ષમાં પ્રથમ વખત રાજકોટવાસીઓએ શીતલહેર અનુભવી; સિઝનની સૌથી વધુ ઠંડી નલિયા બાદ રાજકોટમાં નોંધાઈ

રાજકોટ બન્યું રાજ્યનું બીજું નલિયા?

રાજકોટ બન્યું રાજ્યનું બીજું નલિયા?
ગુજરાતમાં શિયાળાની ઠંડી ભુક્કા બોલાવી રહી છે અને ગત વર્ષે જે ઓછી ઠંડી નોંધાઈ હતી તેને સરભર કરવા જાણે કે ઠંડીએ નક્કી જ કરી લીધું હોય તે પ્રકારે હાર્ડ થીજવતી ઠંડી પડી રહી છે, પરંતુ આ વર્ષની ઠંડીમાં આશ્ચર્યજનક બાબત એ છે કે જ્યાં રાજકોટમાં સામાન્ય ઠંડી રહેતી હોય છે તેને બદલે આ વર્ષે ગાત્રો થીજવતી ઠંડી રાજકોટવાસીઓ અનુભવી રહ્યા છે.
ગુજરાતના નલિયા અને ડીસામાં કોલ્ડવેવની અસર સામાન્ય છે, પરંતુ આ વર્ષે જે પ્રકારે રાજકોટમાં પણ બે દિવસ દરમિયાન કોલ્ડવેવની અસર રહી હતી. તે વાતાવરણમાં બદલાવની નિશાની છે. સામાન્ય રીતે હવામાન વિભાગ દ્વારા એક ચોક્કસ તાપમાન નક્કી કરવામાં આવે છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા વર્ષ 1999થી વર્ષ 2020 સુધીના દર વર્ષના તાપમાનનું અવલોકન કરીને એક ચોક્કસ માપદંડ નક્કી કરવામાં આવ્યો છે. જે મુજબ જો ગુજરાત રાજ્યના કોઈપણ વિસ્તારમાં લઘુત્તમ તાપમાન નક્કી કરવામાં આવેલા ચોક્કસ સામાન્ય તાપમાન કરતા 4.5 ડિગ્રી સેલ્સિયસ ઓછું નોંધાય અને આ સ્થિતિ સતત બે દિવસ સુધી રહે તથા લઘુતમ તાપમાન તે વિસ્તારમાં 10 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું નોંધાય, આ ઉપરાંત રાજ્યના બે વિસ્તારમાં સમાન સ્થિતિ હોય તો તે વિસ્તારમાં કોલ્ડવેવ જાહેર કરવામાં આવે છે.
શિયાળાની ઋતુમાં જ્યારે પશ્ચિમથી ઠંડા પવનની લહેર ભારતના ઉત્તરી ભાગમાં અથવા તો પાડોશી દેશમાં હિમવર્ષા કરે અને શિયાળાની ઋતુમાં સામાન્ય રીતે ભારત ઉપર ઉત્તર દિશા તરફથી પવનો ફૂંકાતા હોય છે. તેમાં પણ ખાસ કરીને શિયાળાની ઋતુમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી આવતા પવનો તે હિમવર્ષાના ઠંડા પવન ગુજરાત સુધી લાવે છે. જ્યારે પણ ગુજરાતના વિવિધ પ્રદેશોમાં ઠંડીનું જોર વધે ત્યારે કોલ્ડવેવ વિશે હવામાન વિભાગ દ્વારા વિચારણા કરવામાં આવે છે. તેના માટે એક ચોક્કસ તાપમાન અગાઉથી જ નિયત કરવામાં આવેલું હોય છે. તેનાથી નીચે જ્યારે તાપમાન જાય અને અન્ય બે માપદંડ સમાન બને ત્યારે તે વિસ્તારમાં કોલ્ડવેવની અસર રહી હતી તેમ કહી શકાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

તન્વી ગોલ્ડના કર્મચારી લાલજી સરધારાને ગોળી મારી સોના-ચાંદીની બેગ લૂંટનારા આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ છે. રાજસ્થાનના ઉદયપુરથી 9 શખ્સોની ધરપકડ અને હવે સામે આવ્યા નવા CCTV ફૂટેજ!

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!