ગુજરાત યુનિવર્સિટી: NSS ની વિદ્યાર્થિનીનો આપઘાત
એરપોર્ટ પર મહેમાનોને લેવા જવાનું હતું, તે પહેલા જ એલ.ડી.આર્ટ્સની વિદ્યાર્થિની કર્યો આપઘાત

ગુજરાત યુનિવર્સિટી

ગુજરાત યુનિવર્સિટી
અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદ અને ચર્ચામાં આવી છે. યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં NSS કેમ્પમાં ભાગ લેવા આવેલી ૨૧ વર્ષીય વિદ્યાર્થિની મહેશ્વરી ખાચરે રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો અને FSLની ટીમ તપાસ માટે દોડી આવી હતી.
કોણ હતી મહેશ્વરી ખાચર ?
મૂળ બોટાદની વતની અને હાલ રાણીપ વિસ્તારમાં રહેતી મહેશ્વરી એલ.ડી. આર્ટ્સ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. અભ્યાસમાં તેજસ્વી હોવાની સાથે તે સામાજિક સેવાના કાર્યોમાં પણ સક્રિય હતી. NSSમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શનને કારણે તેને સિનિયર વોલેન્ટિયરની જવાબદારી સોંપવામાં આવી હતી.
ઘટનાક્રમ : મહેમાનોના સ્વાગત પહેલા જ અઘટિત ઘટના
મહેશ્વરી શુક્રવારે સવારથી જ યુનિવર્સિટીના કાર્યક્રમમાં વ્યસ્ત હતી. સાંજે ૫ વાગ્યે તેને એરપોર્ટ પર કોલકાતાથી આવતા મહેમાનોને રિસીવ કરવા જવાની જવાબદારી સોંપાઈ હતી. બપોરે ૩:૩૦ વાગ્યે તે કાર્યક્રમ સ્થળથી નીકળી હતી. જ્યારે તે લાંબા સમય સુધી પરત ન આવી ત્યારે પ્રોફેસરે અન્ય એક વિદ્યાર્થિનીને તેને જોવા મોકલી હતી.
મિત્ર ગેસ્ટ હાઉસ પહોંચી ત્યારે થયો ખુલાસો :
જ્યારે તેની મિત્ર ગેસ્ટ હાઉસના રૂમ પર પહોંચી ત્યારે તેને મહેશ્વરીને બારી પાસે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઈ હતી. આ દ્રશ્ય જોઈને અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફ દોડી આવ્યો હતો. ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આપઘાત પાછળનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.
હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને તેના મોબાઈલ કોલ ડિટેલ્સ તેમજ રૂમની તપાસ હાથ ધરી છે જેથી આપઘાત પાછળનું રહસ્ય ઉકેલી શકાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.