ગુજરાતનું ₹4.8 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ જાહેર
નાણામંત્રી કનુ દેસાઈનું પાંચમું બજેટ: શિક્ષણ, આરોગ્ય અને રમતગમત પર ભાર, ફાળવાયા કરોડો..

ગુજરાતનું ₹4.8 લાખ કરોડનું બજેટ જાહેર

ગુજરાતનું ₹4.8 લાખ કરોડનું બજેટ જાહેર
ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુ દેસાઈએ રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું ₹4.8 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે. સતત પાંચમી વખત બજેટ રજૂ કરતા નાણામંત્રીએ 'વિકસિત ગુજરાત @2047'ના રોડમેપને સાકાર કરવા પાંચ મુખ્ય સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
આ બજેટમાં રમતગમત, પ્રવાસન અને ઉદ્યોગો માટે અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે.
અમદાવાદ- 'ઓલિમ્પિક રેડી સિટી'
બજેટની સૌથી મોટી હાઈલાઈટ રમતગમત ક્ષેત્ર છે. વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાનીની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદને 'ઓલિમ્પિક રેડી સિટી' તરીકે વિકસાવવા માટે ₹1,278 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત, વિવિધ જિલ્લાઓમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને વૈશ્વિક કક્ષાના હોકી સ્ટેડિયમ માટે પણ કરોડોની જોગવાઈ કરાઈ છે.
શિક્ષણ અને આરોગ્યને પ્રાધાન્ય
રાજ્ય સરકારે શિક્ષણ વિભાગ માટે સૌથી વધુ ₹63,184 કરોડની ફાળવણી કરી છે. આરોગ્ય ક્ષેત્રે પણ મોટી છૂટછાટ આપતા 'PMJAY-મા' યોજના હેઠળ 2.72 કરોડ લોકોને ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર પૂરી પાડવા ₹3,472 કરોડ ફાળવવામાં આવ્યા છે. અમદાવાદ અને સુરતમાં નવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો બનાવવાનું પણ આયોજન છે.
બજેટની મહત્વની જાહેરાતો:
પ્રવાસન: વર્ષ 2026ને 'ગુજરાત પ્રવાસન વર્ષ' તરીકે ઉજવવામાં આવશે. સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન બનાવવા અને અંબાજી કોરિડોર માટે ₹300 કરોડની જોગવાઈ.
કૃષિ અને પશુપાલન: ખેડૂતોને દિવસે વીજળી આપવા 'કિસાન સૂર્યોદય યોજના' માટે ₹500 કરોડ અને ગૌ માતા પોષણ યોજના માટે ₹500 કરોડ.
ઉદ્યોગ: MSME એકમો માટે ₹1,775 કરોડ અને 25 GIDCને સ્માર્ટ હબ બનાવવાની યોજના. દાહોદના ઝાલોદ અને ગરબાડામાં નવી GIDC સ્થપાશે.
મહિલા કલ્યાણ: 'નમો લક્ષ્મી યોજના' માટે ₹1,250 કરોડ અને નવી 'નમો કૌશલ્ય લક્ષ્મી યોજના'ની જાહેરાત.
શહેરી વિકાસ: કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હીરાસરને સેટેલાઇટ ટાઉન તરીકે વિકસાવવામાં આવશે.
ગ્રીન ગુજરાત
પર્યાવરણની જાળવણી માટે 500 ઈલેક્ટ્રિક બસો અને 500 મિની બસો દોડાવવાનું આયોજન છે. રાજ્યના તમામ નાગરિકોને એક જ પ્લેટફોર્મ પરથી સરકારી સેવાઓ મળે તે માટે 'Gujarat Unified Digital Stack' માટે ₹100 કરોડ ફાળવાયા છે.
આ બજેટ માત્ર આંકડાઓની માયાજાળ નથી, પરંતુ આગામી દાયકાના ગુજરાતના વિકાસની બ્લુપ્રિન્ટ છે. પાયાની જરૂરિયાતોથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ સુધી, સરકારે તમામ વર્ગોને સ્પર્શવાનો પ્રયાસ કર્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.