કચ્છના 281 ગામના 910 તળાવો રેવન્યૂ રેકર્ડ પર લવાયા
10 તાલુકાના 910 તળાવોની 5600 એકરથી વધુ જમીનને જળસંચય અને બ્યુટિફિકેશનનું અભિયાન શરૂ કર્યું

બ્યુટિફિકેશનનું અભિયાન શરૂ

બ્યુટિફિકેશનનું અભિયાન શરૂ
કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે અર્ધશુષ્ક ક્ષેત્ર હોવાથી ત્યાં પાણીની કિંમત સોના સમાન છે, અને આ જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કચ્છ કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ મહેસૂલ વિભાગે એક ઐતિહાસિક તળાવ નીમ ઝુંબેશ પૂર્ણ કરી છે. ગુજરાતમાં આ પ્રકારની સૌપ્રથમ પહેલ ગણવામાં આવે છે, જેમાં કચ્છના 281 ગામોના કુલ 910 તળાવોની અંદાજે 5691 એકર જમીનને સત્તાવાર રીતે રેવન્યૂ રેકર્ડ પર લાવવામાં આવી છે. અત્યાર સુધી આ જમીનો સ્થાનિક સ્તરે તળાવ તરીકે ઓળખાતી હતી, પરંતુ ચોક્કસ રેકર્ડ કે માપણીના અભાવે ત્યાં જળસંચય કે બ્યુટિફિકેશનના કામો થઈ શકતા ન હતા.
તળાવ નીમ કામગીરી વ્યાપક સ્તરે ફેલાયી
હવે આ તળાવ નીમ અભિયાન અંતર્ગત DILR દ્વારા આધુનિક અને વૈજ્ઞાનિક માપણી કરીને આ જમીનોને સત્તાવાર દરજ્જો આપવામાં આવ્યો છે, જેથી ભવિષ્યમાં દબાણ કે ક્ષેત્રફળ બાબતે કોઈ વિવાદ ઉભો ન થાય. આ પ્રોજેક્ટ હેઠળ ભુજ શહેરમાં પણ 21 તળાવોને નીમ કરવામાં આવ્યા છે અને સંબંધિત ઓથોરિટીને સોંપવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે. કચ્છના તમામ 10 તાલુકાઓમાં આ તળાવ નીમ કામગીરી વ્યાપક સ્તરે ફેલાયેલી છે, જેમાં ભુજમાં સૌથી વધુ 313, નખત્રાણામાં 163 અને અંજારમાં 132 સહિત કુલ 910 તળાવોનો સમાવેશ થાય છે.
ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે
જે તળાવો ગૌચર જમીન પર હતા તેની માહિતી પણ જિલ્લા પંચાયતને સોંપવામાં આવી છે જેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેનું સંવર્ધન કરી શકે. આ તળાવ નીમ પ્રક્રિયા પૂર્ણ થવાથી હવે 'સુજલામ સુફલામ' અને 'અમૃત સરોવર' જેવી યોજનાઓ હેઠળ જળસંચયના કામો વેગવંત બનશે, જેનાથી ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે અને માઈક્રો-ક્લાઈમેટમાં સુધારો થશે. કલેક્ટરે વન વિભાગને તળાવોની આસપાસ વૃક્ષારોપણ કરવા અને સિંચાઈ વિભાગને સુચારુ આયોજન કરવા સૂચના આપી છે. આ દૂરંદેશીભર્યા તળાવ નીમ અભિયાનથી ખેતી અને પશુપાલન માટે પાણીની ઉપલબ્ધતા વધશે, ખારાશ ઘટશે અને પર્યાવરણની સુરક્ષા સાથે કચ્છના વિકાસમાં એક નવું પ્રકરણ લખાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.