અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ વિવાદમાં સપડાઈ
ફ્રી કેમ્પ બાદ દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલ લાવ્યા હતા

Khyati hospital free medical camp and saga

Khyati hospital free medical camp and saga
અમદાવાદની એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટરો મેડિકલ ચેકઅપ માટે કડી તાલુકાના બોરીસણા ગામમાં આવ્યા હતાં. કેમ્પ કર્યા બાદ નામ લખી લેવામાં આવ્યા હતાં. બીજા દિવસે સવારના સમયે લક્ઝરી બસમાં 17થી 18 લોકોને હોસ્પિટલ ખાતે ચેકઅપના નામે સારવાર માટે લાવ્યા હતા. જેમાંના 7 લોકોની એન્જીયોગ્રાફી કરી નાખવામાં આવી હતી. જે લોકોને કોઈ તકલીફ ન હતી, તેમની પણ એન્જીયોગ્રાફી કરી નાખી હતી. તેમાંના કેટલાક લોકોને તો સ્ટેન્ડ પણ મૂકી દેવામાં આવ્યા હતા, જેના કારણે બે લોકોના મૃત્યુ પણ થયા છે. પરિવારજનોને આ બાબતે કોઈપણ પ્રકારની જાણકારી આપવામાં આવી નહોતી. તેમજ મૃતકના આયુષ્માન કાર્ડમાંથી પૈસા પણ કપાઈ ગયા ત્યારે ગ્રામનોને જાણ થતા મોટી સંખ્યામાં લોકો એસજી હાઇવે પર આવેલી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને આ સમગ્ર બાબતે હોસ્પિટલના ડોક્ટરો અને મેનેજમેન્ટ પાસે જવાબ માંગ્યો હતો. જેમાં જવાબ આપવામાં ન આવતા ગ્રામજનો અને પરિવારજનો રોષે ભરાયા હતા. હોસ્પિટલની બેદરકારીના કારણે સ્વસ્થ લોકો મૃત્યુ પામ્યા હોવાના આક્ષેપના પગલે ગ્રામજનોએ વહેલી સવારે હોસ્પિટલ ખાતે પહોંચી તોડફોડ કરી હતી..ગ્રામાજનોનું કહેવું છે સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે... હોસ્પિટલ દ્વારા ખોટી રીતે . જરૂર ન હોવા છતાં એન્જિયોગ્રાફી કરાઈ.. દર્દીઓની જિંદગી સાથે રમત રમાઈ છે
હોસ્પિટલના મેનેજમેન્ટને ટેલીફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે. હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે કોઈ વાત થઈ નથી.હવે આરોગ્ય વિભાગ આજે તપાસ કમિટીની રચના કરશે કમિટી હોસ્પિટલમાં રૂબરૂ તપાસ માટે જશે
બોરીસણા ગામના સરપંચનો આક્ષેપ છે કે ગામમાંથી ઘણાં લોકોને વધુ તપાસ અને મફત સારવારનું કહીને અમદાવાદ લવાયા હતા. પરંતુ, તેમના પરિવારજનોને જાણ કર્યા વિના જ એન્જીયોગ્રાફી કરી દેવાઈ.મૃતકોની સ્થિતિ ક્રિટિકલ હોવાનું હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવાયું છે. પરંતુ તેમ છતાં તેમના પરિવારમાંથી કોઈને જાણ ન કરાઈ. આક્ષેપ ઉઠી રહ્યા છે કે હોસ્પિટલે આ બધું જ સરકારી લાભ ખાટવા માટે કર્યું હતું. અને જેમને કોઈપણ પ્રકારની તકલીફ ન હતી. તેમને પણ એન્જીયોગ્રાફી કરી દેવાઈ છે.
આ ઘટના બાદ ખ્યાતિ હોસ્પિટલને આરોગ્ય વિભાગે નોટીસ આપી છે. PMYJ યોજના હેઠળ કોઇ પણ હોસ્પિટલ કેમ્પ કરી શકતી નથી. PMYJ હેઠળ દર્દીના ઓપરેશન પહેલા આરોગ્ય વિભાગની મંજૂરી લેવી ફરજિયાત છે. ફાઇલ પ્રોસેસ કરતા પહેલા પરવાનગીની જરૂરી પડે છે. આરોગ્ય વિભાગની ટીમ ખ્યાતિ હોસ્પિટલની મુલાકાત લઈ વધુ તપાસ હાથ ધરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ