ગોપાલ નમકીનમાં લાગેલી આગ અને જીએસટીને કનેક્શન ?
ગોપાલ નમકીનને 13.50 કરોડની જીએસટી ભરવા નોટિસ મળી હતી ?

ગોપાલ નમકીનમાં લાગેલી આગ અને જીએસટીને કનેક્શન ?

ગોપાલ નમકીનમાં લાગેલી આગ અને જીએસટીને કનેક્શન ?
રાજકોટની મટોડા જીઆઇડીસીમાં આવેલી ગોપાલ નમકીન ફેક્ટરીમાં બુધવારે ભીષણ આગ ફાટી નિકળી હતી. આગને કાબુમાં કરવા લાશ્કરોને ભારે પરસેવો પાડવો પડ્યો હતો. મોડી રાતે આગને કાબુમાં કરવામાં આવી છે. જો કે સમગ્ર મામલે એક ચોંકાવનારી માહિતી બહાર આવી છે જેમાં ગોપાલ નમકીનને 13.50 કરોડની જીએસટી ભરવા માટે 2 દિવસ પહેલાં જ સીજીએસટી વિભાગે કંપનીને નોટિસ ફટકારી હોવાની ચર્ચા છે.
રાજકોટની ગોપાલ નમકીન ફેકટરીમાં બુધવારે વિકરાળ આગ લાગી હતી. કંપનીના પ્રોડક્શન યુનિટમાં લાગેલી આ આગના કારણે કંપનીના કામદારોમાં દોડધામ મચી ગઇ હતી અને રાજકોટ સહિત આસપાસના સ્થળોએથી ફાયર બ્રિગેડને બોલાવાયું હતું. ફાયર બ્રિગેડે મોડી રાત સુધી કામગિરી કરીને આગ બુઝાવી હતી. જો કે કોઇ જાનહાનિ થઇ ન હતી. ફેક્ટરીમાં રહેલી વેફર, તેલ અને પ્લાસ્ટીકની ચીજોના કારણે આગ વિકરાળ બની હતી.
દરમિયાન , એવી પણ ચોંકાવનારી માહિતીની ચર્ચા થઇ રહી છે કે ગોપાલ નમકીને આવક અને નફા પ્રમાણે સરકારને ટેક્સ જ ચુકવ્યો ન હતો. સેન્ટ્રલ જીએસટી વિભાગે કંપનીને અગાઉ પણ તાકીદ કરી હતી અને 13.50 કરોડનો ટેક્સ ભરી દેવા 2 દિવસ પહેલાં જ નોટિસ ફટકારી હતી અને ટેક્સ નહીં ભરાય તો પેનલ્ટીની પણ ચીમકી આપી હતી. હવે એ પણ તપાસ કરાઇ રહી છે કે કંપનીમાં લાગેલી આગ અને જીએસટીની આ નોટિસ વચ્ચે કોઇ કનેક્શન તો નથી ને...?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ