વિશ્વ ગુજરાતી સમાજના ટ્રસ્ટની ચૂંટણીમાં ગંભીર ગેરરીતિઓ સામે આવી છે. પ્રમુખપદ માટે સી.કે. પટેલના નામે ભરાયેલ ફોર્મમાં એવા લોકોની સહી જોવા મળી, જે હવે જીવતા નથી. આ ચોંકાવનારી બાબત સામે આવ્યા બાદ ચૂંટણીની સ્વચ્છતા અંગે પ્રશ્નો ઉઠવા લાગ્યા છે.
મળતી માહિતી મુજબ, આ ઘોટાળાની જાણ થતાં વિશ્વ ગુજરાતી સમાજના સભ્યોમાં ભારે રોષ ફેલાયો છે. ચૂંટણી પ્રક્રિયામાં થયો આ ભ્રષ્ટાચાર જાણ્યા બાદ બે વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
PDF જોવા માટે અહીં ક્લિક કરો...
FIRST INFORMATION REPORT
હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. દસ્તાવેજી હેરાફેરી, છટકટ કે અન્ય ગેરરીતિઓ થઈ છે કે કેમ, એ દિશામાં તપાસ ચાલી રહી છે.
સંસ્થાના કેટલાક સભ્યોએ ચૂંટણી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવાની માંગ કરી છે. હવે જોવાનું રહેશે કે આ મામલામાં કેટલું ગુંતાગૂંથ થાય છે અને કાયદેસર કાર્યવાહી ક્યાં સુધી પહોંચે છે.