નવરાત્રીમાં ખેલૈયાઓ માટેના સમાચાર, નહીં નડે વરસાદ
ગુજરાતમાંથી 17 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લેવાનું શરૂ થઈ શકે છે, તહેવારોમાં ઉમંગ છવાશે
નવરાત્રીમાં નહીં નડે વરસાદ
નવરાત્રીમાં નહીં નડે વરસાદ
નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે ખેલૈયાઓ અને ગરબા રસિયાઓ માટે આનંદના સમાચાર છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર, આગામી સપ્તાહથી ગુજરાતમાંથી ચોમાસું તબક્કાવાર વિદાય લેવાનું શરૂ કરી શકે છે, જેનાથી ગરબાના મેદાનો ભીના નહીં રહે.
આગામી દિવસોમાં વરસાદની સંભાવના, પછી વિદાય
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી બે દિવસ એટલે કે 14થી 16 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં વરસાદની શક્યતા ઓછી છે જેથી હાલમાં તાપમાનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
જોકે, આ પછી પરિસ્થિતિ બદલાશે. IMD દ્વારા જારી કરાયેલા પૂર્વાનુમાન મુજબ, 17 સપ્ટેમ્બર સુધીમાં દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાંથી નૈઋત્યનું ચોમાસું પરત ખેંચાય તેવા અનુકૂળ સંજોગો સર્જાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરૂઆત સામાન્ય રીતે કચ્છથી થાય છે અને છેલ્લે દક્ષિણ ગુજરાતમાંથી વિદાય લે છે.
નોર્મલ તારીખ પહેલાં જ વિદાયની શક્યતા
સામાન્ય રીતે, ગુજરાતમાંથી 25 સપ્ટેમ્બરની આસપાસ ચોમાસું વિદાય લે છે. પરંતુ આ વર્ષે નબળી નકારાત્મક IOD (ઇન્ડિયન ઓશન ડાઇપોલ)ની સ્થિતિને કારણે ચોમાસું નિર્ધારિત સમય કરતાં વહેલું વિદાય લે તેવી સંભાવના છે. હાલ અલ-નીનોની પરિસ્થિતિ પણ તટસ્થ છે. આ તમામ પરિબળો આગામી સપ્તાહથી ગુજરાતમાં શુષ્ક વાતાવરણનો માહોલ બનાવશે.
જો હવામાનની આ આગાહી સાચી પડશે તો નવરાત્રિના ઉત્સવ પહેલાં જ રાજ્યમાં ચોમાસાનું વિધિવત સમાપન થઈ જશે, અને ખેલૈયાઓ ખુલ્લા આકાશ નીચે ગરબાનો આનંદ માણી શકશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.