વટવામાં નશો કરી કાર હંકારી ગાયને અડફેટે લીધી
રાહુલસિંહ જાડેજાએ નશામાં i-10 કાર ચલાવી ગાયનો ભોગ લીધો; સ્કોર્પિયોને પણ અડફેટે લીધી

વટવામાં નશો કરી કાર હંકારી ગાયને અડફેટે લીધી

વટવામાં નશો કરી કાર હંકારી ગાયને અડફેટે લીધી
શહેરમાં નશામાં વાહન ચલાવવાના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. આજે મંગળવાર, 17 ફેબ્રુઆરીની વહેલી સવારે વટવા વિસ્તારમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે.
જોગણી માતાના મંદિર પાસે એક બેફામ કારચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો, જેમાં રસ્તા પર ઉભેલી એક નિર્દોષ ગાયનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, નારોલ વિસ્તારમાં રહેતો રાહુલસિંહ જાડેજા નામનો શખસ પોતાની i-10 કાર લઈને વટવા ઠાકોર વાસ પાસેથી પૂરઝડપે પસાર થઈ રહ્યો હતો. કારચાલક એટલો નશામાં ચૂર હતો કે તેણે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને રસ્તા પર ઉભેલી ગાયને જોરદાર ટક્કર મારી હતી.
આ ટક્કર એટલી પ્રચંડ હતી કે ગાય ફંગોળાઈ હતી અને તેનું જીવ નીકળી ગયો હતો. ગાયને ઠોકર માર્યા બાદ રાહુલસિંહે બાજુમાં પાર્ક કરેલી એક સ્કોર્પિયો કારને પણ અડફેટે લીધી હતી.
કારમાંથી મળી દારૂની બોટલ
અકસ્માત સર્જાતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. લોકોએ કારચાલકને પકડી પાડ્યો હતો. જ્યારે રોષે ભરાયેલા લોકોએ કારની તલાશી લીધી ત્યારે કારની સીટ પરથી દારૂની ખાલી બોટલ મળી આવી હતી.
આરોપી રાહુલસિંહ જાડેજા એટલો નશામાં હતો કે તે રસ્તા પર લથડિયા ખાતો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પણ તેણે લોકો અને પોલીસ સામે નાટક કર્યા હોવાનું સામે આવ્યું છે.
પોલીસ કાર્યવાહી
વટવા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રાહુલસિંહની અટકાયત કરી છે. પોલીસે કાર અને દારૂની બોટલ કબજે કરી છે. હાલ આરોપીને મેડિકલ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ અકસ્માત તેમજ પ્રોહિબિશન એક્ટ (દારૂબંધીના કાયદા) હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શહેરમાં વહેલી સવારે સર્જાયેલા આ આતંકને કારણે સ્થાનિક પશુપાલકો અને રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.