અમદાવાદમાં ડેન્ગ્યુનો કહેર
ડેન્ગ્યુ સહિત મેલેરિયા, કમળા-ટાઇફોઇડથી નાગરિકો પરેશાન, કોર્પોરેશન ચિંતામાં
અમદાવાદમાં ડેન્ગ્યૂનો કહેર
અમદાવાદમાં ડેન્ગ્યૂનો કહેર
શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનો પ્રકોપ વધી રહ્યો છે. ખાસ કરીને ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર મહિનાના માત્ર તેર દિવસમાં જ ડેન્ગ્યુના 200થી વધુ કેસ નોંધાયા છે, જ્યારે ડિસેમ્બરના અંત સુધીમાં આ આંકડો હજુ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ડેન્ગ્યુનો કહેર: બાળકો પણ ભોગ બન્યા
આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2025 સુધીમાં અમદાવાદમાં ડેન્ગ્યુના કુલ 934 કેસ નોંધાયા છે, જેમાં પુરુષ દર્દીઓની સંખ્યા 526 અને મહિલા દર્દીઓની સંખ્યા 408 છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે ડેન્ગ્યુનો ભોગ બનેલા દર્દીઓમાં બાળકોની સંખ્યા પણ મોટી છે. આ વર્ષે 1 વર્ષ સુધીના 11 બાળકો, 1થી 4 વર્ષ સુધીના 62 બાળકો અને 5થી 8 વર્ષ સુધીના 42 બાળકો ડેન્ગ્યુનો ભોગ બન્યા છે.
હોટસ્પોટ વિસ્તારોમાં સ્થિતિ ગંભીર
શહેરના ગોમતીપુર, બહેરામપુરા, પાલડી, નવરંગપુરા અને રાણીપ જેવા વિસ્તારોમાં ડેન્ગ્યૂના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોર્પોરેશન દ્વારા કુલ 26 વિસ્તારોને 'હોટસ્પોટ' જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં દબાણવાળી અને જૂની પાણીની લાઇનો બદલવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
પાણીજન્ય રોગોનો પણ પ્રકોપ
મચ્છરજન્ય રોગોની સાથે સાથે પાણીજન્ય રોગોનું પ્રમાણ પણ ઊંચું રહ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં મેલેરિયાના 75 અને ઝેરી મેલેરિયાના 7 કેસ નોંધાયા છે. આ ઉપરાંત, કમળાના 200, ટાઇફોઇડના 180 અને ઝાડા-ઉલટીના 120 કેસ નોંધાયા છે. વટવા વોર્ડમાં તો કોલેરાનો એક કેસ પણ સામે આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયેલા પાણીના સેમ્પલમાંથી 44 સેમ્પલ પીવાલાયક ન હોવાનું સામે આવ્યું છે, જ્યારે 11 સેમ્પલમાં ક્લોરિનનું પ્રમાણ શૂન્ય હતું.
મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય રોગોને નિયંત્રિત કરવાના દાવાઓ છતાં કેસોની સંખ્યા સતત વધી રહી છે. આ પરિસ્થિતિએ કોર્પોરેશનની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે અને નાગરિકોમાં આરોગ્યની ચિંતા વધી છે. લોકોને સ્વચ્છતા જાળવવા અને પાણીનો સંગ્રહ કરતી વખતે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.