ભરૂચ નજીક ભયંકર અક્સામાત, 7 ગાયના મોત 7 ગંભીર
ભરૂચના નેશનલ હાઇવે 48 પર વરેડિયા ચોકડી પાસે ભયંકર અક્સ્માત સર્જાયો હતો. જેમાં 7 ગાયોના મોત નિપજ્યા હતા

ગાયોના મોત

ગાયોના મોત
ભરૂચના નેશનલ હાઇવે 48 પર વરેડિયા ચોકડી પાસે ભયંકર અક્સ્માત સર્જાયો હતો. જેમાં 7 ગાયોના મોત નિપજ્યા હતા અને 7 ગાયોને ગંભીર ઇજાઓ પહોંચી છે.હાઇવે પર પશુ પાલકો દ્વારા ચરવા માટે ગાયો લઇ જઇ રહ્યા હતા. ત્યારે વરેડિયા ચોકડી નજીકથી ગાયોનું ધણ પસાર થઇ રહ્યું હતું. જો કે હોટલમાં પાર્ક ખટારાનું ટાયર ફાટતા ગાયો ભડકીને ભાગી હતી.
ટાયર ફાટતા ગાયો ભડકી
ગાયો ભડકીને રોડ તરફ ભાગતા રોડ પર આવી રહેલા ટ્રેલરની અડફેટે ચડી ગઇ હતી. જેના કારણે 7 જેટલી ગાયોને અકસ્માત નડ્યો હતો. જ્યારે 7 ગાયો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. રોડ પર લોહી જ લોહીથી લથબથ બન્યો હતો. માહિતી મળતાની સાથે જ પાંજરાપોળના લોકોને દોડી આવ્યા હતા અને સારવાર અર્થે પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવી હતી.
ટ્રેલર ચાલક અકસ્માત બાદ ફરાર
બીજી તરફ ટ્રક ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. હાલ તો આ મામલે પોલીસ દ્વારા સીસીટીવી સહિતની સામગ્રી કબ્જે કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરાર થયેલા ટ્રેલર ચાલકને ઝડપી લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ પશુપાલકને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. માલિક દ્વારા સરકાર પાસે વળતરની માંગણી કરવામાં આવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.