રસ્તા પર મોતની મુસાફરી: કોણ લેશે જવાબદારી?
નબીરાઓની પૂરપાટ ઝડપ અને ડ્રાઈવરોની બેદરકારીએ અનેક હસતા-રમતા પરિવારો ઉજ્જડ કર્યા.

રસ્તા પર મોતની મુસાફરી

રસ્તા પર મોતની મુસાફરી
દેશના હાઈવે અને શહેરના રસ્તાઓ અત્યારે જાણે યમરાજાનું સરનામું બની ગયા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના ગાંધીધામ અને વડોદરા સહિત ઉત્તર પ્રદેશના મથુરામાં સર્જાયેલા ભયાનક અકસ્માતોએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. ક્યાંક નબીરાઓનો દારૂનો નશો તો ક્યાંક ડ્રાઈવરોની ઘોર બેદરકારીએ અનેક નિર્દોષ લોકોનો ભોગ લીધો છે.
ગાંધીધામ:
'તથ્યકાંડ' જેવી જ દર્દનાક ઘટના કચ્છના ગાંધીધામમાં ટાગોર રોડ પર અમદાવાદના તથ્યકાંડની યાદ અપાવે તેવો અકસ્માત સર્જાયો હતો. અહીં પૂરપાટ ઝડપે આવતા નબીરાઓએ ચાર નિર્દોષ લોકોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય બે લોકો હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યા છે.
અકસ્માત સર્જીને ત્રણ નબીરાઓ ફરાર થઈ ગયા હતા, જ્યારે ઘટનાસ્થળે હાજર લોકોએ એક નબીરાને પકડી પાડી 'મેથીપાક' ચખાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.
વડોદરા:
રેન્જ રોવર ચાલકનો આતંક વડોદરામાં પણ મોડી રાત્રે રાવપુરા ટાવર રોડ પર લક્ઝુરિયસ રેન્જ રોવર કારના ચાલકે આતંક મચાવ્યો હતો. સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી દુકાનમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયંકર કે ગાડીનું ટાયર પણ નીકળી ગયું હતું અને આગળના ભાગના પૂરેપૂરા કુચ્ચા થઇ ગયા હતા.
પ્રાથમિક અનુમાન મુજબ કાર ચાલક નશાની હાલતમાં હતો. અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો છે, જેની શોધખોળ પોલીસ કરી રહી છે. શહેરના મધ્યમાં આવી હાઈ-સ્પીડ ડ્રાઈવિંગ નાગરિકોની સુરક્ષા સામે મોટા સવાલ ઉભા કરે છે.
યમુના એક્સપ્રેસવે:
કન્ટેનરે 15 લોકોને કચડ્યા ગુજરાત બહાર મથુરામાં શનિવારે વહેલી સવારે કાળજું કંપી જાય તેવી ઘટના બની છે. યમુના એક્સપ્રેસવે પર બસમાંથી લઘુશંકા માટે ઉતરેલા મુસાફરોને એક પૂરપાટ ઝડપે આવતા કન્ટેનરે કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં 6 લોકોના કરૂણ મોત થયા છે અને 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બસ ડ્રાઈવરે સુરક્ષિત પાર્કિંગ ઝોનને બદલે હાઈવે પર જ બસ ઉભી રાખી હોવાથી આ મોટી દુર્ઘટના ઘટી હતી.
માર્ગ અકસ્માતોમાં થતા આ વધારા માટે વાહન ચાલકોની બેદરકારી અને કાયદા પ્રત્યેની બેદરકારી મુખ્ય કારણ છે. હાઈવે પર સીસીટીવી અને સ્પીડ ગન હોવા છતાં લોકો ગતિ મર્યાદાનું પાલન કરતા નથી. જ્યાં સુધી નબીરાઓ અને બેદરકાર ડ્રાઈવરો સામે કડક દાખલો બેસાડવામાં નહીં આવે, ત્યાં સુધી રસ્તાઓ પર નિર્દોષ લોકોનું લોહી વહેતું રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.