બોર્ડ પરીક્ષા: હવે હોલ ટિકિટમાં નામનું ફોર્મેટ બદલ
પહેલીવાર હોલ ટિકિટ- રિઝલ્ટમાં નામના ફોર્મેટમાં ફેરફાર, આવતા અઠવાડિયે હોલ ટિકિટ થશે જાહેર..

હવે હોલ ટિકિટમાં નામનું ફોર્મેટ બદલ

હવે હોલ ટિકિટમાં નામનું ફોર્મેટ બદલ
ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. પરીક્ષાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના નામ લખવાના ફોર્મેટમાં એક મોટો અને મહત્વનો ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે.
શું છે નવું ફોર્મેટ?
બોર્ડના નવા નિયમ મુજબ, હવે વિદ્યાર્થીની હોલ ટિકિટ અને પરિણામ (માર્કશીટ) બંનેમાં નામ એક જ ફોર્મેટમાં જોવા મળશે. આ નક્કી કરેલા ફોર્મેટમાં:
સૌથી પહેલા: વિદ્યાર્થીનું પોતાનું નામ
વચ્ચે: પિતાનું નામ
છેલ્લે: અટક (Surname)
અત્યાર સુધીની પરંપરા મુજબ પહેલા અટક લખવામાં આવતી હતી, જે હવે બદલાઈ જશે. આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ વિદ્યાર્થીની ઓળખ વધુ સ્પષ્ટ બનાવવી અને પરિણામ તથા હોલ ટિકિટ વચ્ચે નામમાં થતા તફાવતને રોકવાનો છે.
આવતા અઠવાડિયે મળશે હોલ ટિકિટ
શિક્ષણ બોર્ડ દ્વારા આગામી અઠવાડિયા સુધીમાં હોલ ટિકિટ જાહેર કરી દેવામાં આવશે. શાળાઓ હોલ ટિકિટ ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને વિતરણ કરશે.
બોર્ડે ખાસ સૂચના આપી છે કે જો હોલ ટિકિટમાં નામમાં કોઈ ભૂલ જણાય, તો વિદ્યાર્થીઓએ તાત્કાલિક પોતાની શાળાનો સંપર્ક કરવાનો રહેશે જેથી સમયસર સુધારો કરી શકાય.
આ નવા ફેરફારથી એડમિશન પ્રક્રિયા અને અન્ય સત્તાવાર દસ્તાવેજોમાં વિદ્યાર્થીઓના નામમાં એકસૂત્રતા જળવાઈ રહેશે અને વાલીઓ કે વિદ્યાર્થીઓમાં રહેતી મૂંઝવણ દૂર થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.