ગાંધીનગરમાં NRI પત્ની સાથે કરોડોનો વિશ્વાસઘાત
અમેરિકન ગ્રીનકાર્ડ હોલ્ડર મહિલા સાથે પતિની જાળસાજી, કલોલ પોલીસમાં ફરિયાદ

NRI પત્ની સાથે કરોડોનો વિશ્વાસઘાત

NRI પત્ની સાથે કરોડોનો વિશ્વાસઘાત
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મોખાસણ ગામની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક પતિએ પોતાની NRI પત્ની અને બાળકો અમેરિકા હોવાનો ગેરફાયદો ઉઠાવીને છેતરપિંડીની મોટી જાળ બિછાવી હતી.
પતિએ સિવિલ કોર્ટના છૂટાછેડાના ખોટા હુકમો બનાવીને બીજી પત્ની અને પુત્રીના નામે કરોડોની મિલકત કરાવી દીધી હોવાનો પર્દાફાશ થયો છે.
ફરિયાદી સુધાબેન પટેલના લગ્ન 1985માં અશોક પટેલ સાથે થયા હતા. 1995માં સુધાબેન પણ અમેરિકા સ્થાયી થયા હતા, પરંતુ પતિના અન્ય સ્ત્રીઓ સાથેના અનૈતિક સંબંધોને કારણે તેઓ અલગ રહેવા લાગ્યા હતા.
દરમિયાન 2008માં ગ્રીનકાર્ડ મળતા તેઓ અવારનવાર ઇન્ડિયા આવતા-જતા હતા. સુધાબેનના સાસુએ પણ પુત્રના બદલે પુત્રવધૂ પર વિશ્વાસ રાખી ડાંગરવા ખાતેની વડિલોપાર્જિત જમીન સુધાબેનના નામે કરી આપી હતી.
છેતરપિંડીનો પર્દાફાશ કઈ રીતે થયો?
વર્ષ 2025માં સુધાબેન જ્યારે પોતાના ભાઈના લગ્ન પ્રસંગે ભારત આવ્યા ત્યારે તેમણે ડાંગરવા સ્થિત મકાનનો વેરો ભરવા અને વારસાઈમાં બાળકોના નામ ચડાવવા તલાટીનો સંપર્ક કર્યો હતો. આ સમયે તેમને જાણવા મળ્યું કે:
મિલકતમાં અશોકની બીજી પત્ની દેવ્યાનીબેન અને તેની પુત્રીના નામ 30 મે, 2025ના રોજ દાખલ થઈ ગયા છે.
પતિ અશોકે તલાટી સમક્ષ 1996-97માં છૂટાછેડા થઈ ગયા હોવાના દસ્તાવેજો રજૂ કર્યા હતા.
વધુ તપાસમાં જાણવા મળ્યું કે કોર્ટના જે ડિક્રી નંબર (H.M.P No 117/1996)નો ઉલ્લેખ કરાયો હતો, તેવો કોઈ રેકોર્ડ કોર્ટમાં અસ્તિત્વમાં જ નથી.
આરોપી પતિ અશોકે માત્ર મિલકત હડપવા માટે જ નહીં, પરંતુ સુધાબેનથી થયેલા કાયદેસરના પુત્રનું નામ પણ પેઢીનામામાંથી જાણીજોઈને કમી કરાવી દીધું હતું. જે સમયે છૂટાછેડા લીધા હોવાનો દાવો કરાયો, તે સમયે સુધાબેન ભારતમાં હાજર પણ નહોતા.
પોલીસ કાર્યવાહી
કલોલ તાલુકા પોલીસે આ મામલે અશોક પટેલ વિરુદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત અને બનાવટી સરકારી દસ્તાવેજો ઉભા કરવા બદલ ગુનો દાખલ કર્યો છે. પોલીસે દસ્તાવેજોની ચકાસણી હાથ ધરી છે અને આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.