પાયોનિયર કોલેજમાં BAMS સ્ટુડન્ટનો આત્મહત્યા પ્રયાસ
પાયોનિયર કોલેજમાં BAMS વિદ્યાર્થીએ ત્રીજા માળેથી કૂદી આત્મહત્યાનો પ્રયાસ

પ્રોફેસરોના ત્રાસથી વિદ્યાર્થીએ ત્રીજા માળેથી કૂદકો

પ્રોફેસરોના ત્રાસથી વિદ્યાર્થીએ ત્રીજા માળેથી કૂદકો
વડોદરાના સયાજીપુરા સ્થિત પાયોનિયર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના BAMS વિદ્યાર્થી રોહન રાઠોડ (ઉ.વ. 19) દ્વારા ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કરવાના બનાવે ભારે ચકચાર મચાવી છે. હાલ વિદ્યાર્થીની સ્થિતિ ગંભીર છે અને વધુ સારવાર માટે તેને જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ ઘટના 10 ફેબ્રુઆરી સાંજના સમયે બની હતી. પરિવારજનોના જણાવ્યા અનુસાર, કોલેજના એસોસિયેટ પ્રોફેસર ડૉ. કોમલ દેસાઈ અને ડૉ. ઋષિકેશે વર્ગ દરમિયાન જાતિ આધારિત અપમાન કર્યું હતું. ઉપરાંત, વિદ્યાર્થીનો જર્નલ ફેંકી દેવા, સહી ન કરવા તથા વર્ષ બરબાદ કરી દેવાની ધમકી આપીને માનસિક ત્રાસ આપ્યાનો આરોપ પરિવાર દ્વારા લગાવવામાં આવ્યો છે. સતત માનસિક દબાણના કારણે વિદ્યાર્થી અતિશય તણાવમાં આવી ગયો હોવાનું પરિવારનું કહેવું છે.
વિદ્યાર્થીના કાકા સમીરભાઈ રાઠોડે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પ્રોફેસરો સામે એસસી/એસટી અત્યાચાર નિવારણ અધિનિયમ તેમજ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ FIR નોંધાવી છે. સમગ્ર મામલે SC-ST સેલના ACP સી.બી. સોલંકી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં પીડિત, પરિવાર, અન્ય વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફ સહિત 100થી વધુ લોકોના નિવેદનો લેવાયા છે તેમજ CCTV ફૂટેજ પણ જપ્ત કરવામાં આવ્યા છે.
કોલેજના પ્રિન્સિપાલ ડૉ. મીતા મશરુએ ઘટનાના બીજા દિવસે તપાસ કમિટી રચી છે અને બંને પ્રોફેસરોને ત્રણ દિવસમાં લેખિત જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. કોલેજ પ્રશાસને દાવો કર્યો છે કે છેલ્લા દોઢ વર્ષ દરમિયાન આવી કોઈ ફરિયાદ નોંધાઈ નહોતી.
આ સમગ્ર ઘટનાએ વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિવાદી વર્તણૂક અને વિદ્યાર્થીઓ પર થતા માનસિક ત્રાસ અંગે ગંભીર ચર્ચા શરૂ કરી દીધી છે. પોલીસ તપાસ અને વિદ્યાર્થીની સારવાર બંને પ્રક્રિયા ચાલુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.