પોરબંદરમાં ATS-કોસ્ટ ગાર્ડનું મેગા ઓપરેશન
ઈરાનથી ગુજરાત ઘુસાડાતો હતો નશો; 200 કિલો ડ્રગ્સ સાથે બે ઈરાની શખ્સો ઝડપાયા

ATS-કોસ્ટ ગાર્ડનું મેગા ઓપરેશન

ATS-કોસ્ટ ગાર્ડનું મેગા ઓપરેશન
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને ભારતીય કોસ્ટ ગાર્ડે અરબી સમુદ્રમાં એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે.
પોરબંદરના દરિયાઈ વિસ્તારમાંથી અંદાજે 200 કિલોથી વધુ નશીલા પદાર્થોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડો રૂપિયા હોવાનો અંદાજ છે.
ગુજરાત એટીએસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કોસ્ટ ગાર્ડની મદદથી મધદરિયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રતિકૂળ હવામાન અને ઉછળતા મોજાંઓ વચ્ચે સુરક્ષા એજન્સીઓએ શંકાસ્પદ રીતે હિલચાલ કરતી એક બોટને આંતરી હતી. બોટની તપાસ દરમિયાન તેમાંથી 200 કિલોથી વધુ ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ઓપરેશનમાં બે ઈરાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ ડ્રગ્સનો જથ્થો ઈરાનથી દરિયાઈ માર્ગે ગુજરાતના કિનારે ઉતારવાની પેરવી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓને આજે પોરબંદર જેટી પર લાવવામાં આવશે, જ્યાં તેમની સઘન પૂછપરછ હાથ ધરાશે. આ ડ્રગ્સ ગુજરાતમાં કોને પહોંચાડવાનું હતું અને આ નેટવર્ક પાછળ કયા મોટા માફિયાઓનો હાથ છે, તે અંગે તપાસ તેજ કરવામાં આવી છે.
ગુજરાત: ડ્રગ્સ વિરુદ્ધ 'ઝીરો ટોલરન્સ' રાજ્ય સરકારની 'ડ્રગ ફ્રી ગુજરાત'ની નીતિ હેઠળ છેલ્લા કેટલાક સમયથી દરિયાઈ સીમાઓ પર લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આંકડાઓ મુજબ:
વર્ષ 2025: ગુજરાતમાં 2240 કરોડ રૂપિયાનું 20,823 કિલો સિન્થેટીક ડ્રગ્સ ઝડપાયું.
છેલ્લા 10 વર્ષ: કુલ 13,939 કરોડ રૂપિયાની કિંમતનું 1.74 લાખ કિલો ડ્રગ્સ એજન્સીઓએ જપ્ત કર્યું છે.
ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ પાકિસ્તાની અને ઈરાની સ્મગલરો દ્વારા વારંવાર કરવામાં આવે છે, પરંતુ એટીએસ અને કોસ્ટ ગાર્ડના સંકલિત પ્રયાસોએ નશાના કારોબારને મોટો ફટકો માર્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.