અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ સામે AMCની ડ્રાઈવ
પાર્કિંગ વ્યવસ્થા ન હોય તો BU પરમિશન રદ અથવા સીલિંગની કાર્યવાહી

AMCની મેગા ડ્રાઈવ

AMCની મેગા ડ્રાઈવ
શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા અને જાહેર રસ્તા, ટી.પી. રોડ તથા ફૂટપાથ પર ગેરકાયદે વાહન પાર્કિંગના કારણે સર્જાતી અડચણોને નાથવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ કડક વલણ અપનાવ્યું છે. તાજેતરમાં મુખ્યમંત્રી કાર્યાલયના આદેશ અને ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શનને અનુલક્ષીને AMCના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરવ્યાપી મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે.
સર્વેમાં સામે આવ્યું છે કે, અનેક વાણિજ્યિક, ઓફિસ, શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ, ક્લબ, મોલ અને રેસ્ટોરન્ટમાં પોતાની પાર્કિંગ વ્યવસ્થા હોવા છતાં તેનો ઉપયોગ કરવામાં આવતો નથી, જેના કારણે વાહનો રોડ પર પાર્ક થાય છે. આને પગલે AMCએ 76 રોડ પરના 378 જેટલા યુનિટ્સને નોટિસ આપી છે. જો પાર્કિંગ વ્યવસ્થા અમલમાં ન મૂકાય તો BU (બિલ્ડિંગ યુઝ) પરમિશન રદ કરવી અથવા યુનિટ સીલ કરવા જેવી કડક કાર્યવાહી કરવામાં આવશે.
AMCના અધિકારીઓએ જણાવ્યું કે, શહેરના 64 રોડ પર સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ પગલાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, ટી.પી. સ્કીમ હેઠળના રોડ અને ફૂટપાથ પર દબાણ અને ગેરકાયદે પાર્કિંગ સામે પણ સતત કાર્યવાહી ચાલુ છે.
મુખ્ય સૂચનાઓ અને ફરજિયાત વ્યવસ્થાAMCએ સ્પષ્ટ કર્યું છે કે, આ સૂચનાઓનું પાલન ન થાય તો ગુજરાત હાઈકોર્ટના આદેશો મુજબ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના વાહનો પ્રિમાઇસીસની અંદર જ પાર્ક કરે અને ટ્રાફિક નિયમોનું પાલન કરે, જેથી શહેરની ટ્રાફિક સમસ્યા નોંધપાત્ર રીતે ઘટી શકે.
આ કાર્યવાહીથી શહેરના મુખ્ય રોડ જેમ કે સિંધુભવન રોડ, રાજપથ રંગોલી રોડ વગેરેને 'ઝીરો ટોલરન્સ ઝોન' તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં ગેરકાયદે પાર્કિંગ પર ભારે દંડ ફટકારવામાં આવશે. AMCની આ મેગા ડ્રાઈવને નાગરિકોમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે, પરંતુ તે ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે જરૂરી પગલું માનવામાં આવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.