લાખો આપીને કેસ ભૂલી જવાનો એર ઇન્ડિયા વિવાદ
એર ઇન્ડિયાની આકરી શરતો, તપાસ પૂર્ણ થયા પહેલા કેસ સેટલમેન્ટ? SCએ AAIB પાસે માંગ્યો રિપોર્ટ

એર ઇન્ડિયા વિવાદ

એર ઇન્ડિયા વિવાદ
12 જૂન, 2025ના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલું બોઇંગ 787-8 વિમાન ટેકઓફની ગણતરીની સેકન્ડોમાં ક્રેશ થયું હતું, જેમાં 270 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
હવે આ અકસ્માતના આઠ મહિના બાદ, લંડન સ્થિત અખબાર 'ધ ઇન્ડિપેન્ડન્ટ'ના એક રિપોર્ટથી ખળભળાટ મચી ગયો છે. રિપોર્ટ મુજબ, એર ઇન્ડિયા પીડિત પરિવારોને ₹10 થી ₹20 લાખ આપીને આ મામલે કાયદેસરની કાર્યવાહી ન કરવા માટે મનાવી રહી છે.
શું છે વિવાદ?
દાવો કરવામાં આવ્યો છે કે એર ઇન્ડિયા જે પરિવારોને આ રકમ ઓફર કરી રહી છે, તેમની પાસેથી એક લેખિત સંમતિ માંગવામાં આવી રહી છે. આ શરત મુજબ, પરિવાર ભવિષ્યમાં કંપની સામે કોઈ પણ દેશ કે કોર્ટમાં દાવો કરી શકશે નહીં. 130 પીડિતોનું પ્રતિનિધિત્વ કરી રહેલી લીગલ ટીમે આનો સખત વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે હજુ તપાસ ચાલુ છે અને જવાબદારી નક્કી થઈ નથી, ત્યારે આવી રીતે પરિવારો પાસે કાયદેસરના અધિકારો છીનવી લેવા તે અયોગ્ય છે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
બીજી તરફ, આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. 11 ફેબ્રુઆરીએ ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે કેન્દ્ર સરકાર પાસે તપાસ પ્રોટોકોલનો રિપોર્ટ માંગ્યો છે. એડવોકેટ પ્રશાંત ભૂષણે કોર્ટમાં દાવો કર્યો છે કે 8,000થી વધુ પાયલોટ બોઇંગ 787ને અસુરક્ષિત માની રહ્યા છે અને તેને ગ્રાઉન્ડ કરવાની જરૂર છે. સામે પક્ષે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે એર એક્સિડન્ટ્સ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ (AAIB)ની તપાસ અંતિમ તબક્કામાં છે.
એર ઇન્ડિયાનો પક્ષ
એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું છે કે તેઓ અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવા માટે કટિબદ્ધ છે. પ્રારંભિક વચગાળાની સહાય બાદ હવે જે આખરી વળતર આપવામાં આવી રહ્યું છે તે કાયદા મુજબ અને ન્યાયી છે.
ઉલ્લેખનીય છે કે, ફ્લાઇટ AI 171 ટેકઓફ બાદ મેડિકલ હોસ્ટેલની બિલ્ડિંગ સાથે ટકરાઈ હતી. આ દુર્ઘટનામાં માત્ર એક જ મુસાફર જીવતો બચ્યો હતો. આગામી ત્રણ અઠવાડિયામાં સુપ્રીમ કોર્ટમાં થનારી સુનાવણી આ મામલે નિર્ણાયક સાબિત થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.