અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાની હાલમાં તપાસ ચાલી રહી છે.આ દુર્ઘટના સ્થળ પરથી ફોરેન્સિક અને પોલીસ ટીમને 100થી વધુ મોબાઇલ ફોન મળ્યા છે.જે ખૂબ ખરાબ રીતે બળી ચૂક્યા છે.જોકે,ફોરેન્સિક ટીમ આ ફોન્સમાં સેવ ડેટા(વીડિયો અને ફોટા)ની તપાસ કરવાની તૈયારી કરી રહી છે.તપાસ ટીમ 12 જૂનની બપોરે 1 વાગ્યાને 38 મિનિટ પછીના વીડિયો અને ફોટાની તપાસ કરશે.
તમને જણાવી દઈએ કે પોલીસનો પ્રયાસ છે કે આ મોબાઇલ ફોનમાંથી ઘટનાના અંતિમ ક્ષણોમાં કેદ થયેલા ફોટા અને વીડિયો જોઈ શકાય,જેથી 30થી 40 સેકન્ડના એ સમયગાળામાં શું થયું તેનો અંદાજ લગાવી શકાય.આ મોબાઇલ ફોનની તપાસ અંગે અમદાવાદના પોલીસ કમિશ્નર જી.એસ.મલિકે જણાવ્યું કે,બપોરે 1 વાગ્યાને 40 મિનિટ પછીનો દરેક ફોટા અને વીડિયો અમારા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.