Ahmedabad Plane Crash : ભાવિ માતા-પિતા અને ગર્ભમાંનું બાળક પણ ન બચ્યું, પરંતુ બાળ ગોપાલ...
સાત મહિનાનો ગર્ભ ધરાવતી જીનલ, જે શ્રીમંત માટે વતન આવી હતી, તે પોતાના પતિ સાથે લંડન પરત ફરી રહી હતી...

હૃદય ચીરી નાખતી કરુણાંતિકા...

હૃદય ચીરી નાખતી કરુણાંતિકા...
અમદાવાદમાં બનેલી એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ની ભયાવહ દુર્ઘટનાએ અનેક પરિવારોનો માળો વિંખી નાખ્યો છે, પરંતુ ધોળકાના કેલિયા વાસણા ગામના જીનલ પટેલ અને વૈભવ પટેલની કહાણી કાળજુ કંપાવી દે તેવી છે. આ દંપતીના લવ મેરેજ થયા હતા અને જીનલ પટેલને સાત માસનો ગર્ભ હોવાથી તેઓ લંડનથી પોતાના વતન શ્રીમંતની વિધિ માટે ગત 30 મેના રોજ આવ્યા હતા. 5 જૂનના રોજ તેમનું શ્રીમંત ધામધૂમથી રાખવામાં આવ્યું હતું. કમનસીબે, ખુશીના આ પ્રસંગ બાદ, આ દંપતી લંડન પરત ફરી રહ્યું હતું ત્યારે જ કાળમુખા પ્લેને તેમનો ભોગ લીધો!
માત્ર 'બાળ ગોપાલ' બચ્યા, આખી દુનિયા છીનવાઈ!
આ દુર્ઘટનાની સૌથી હૃદયદ્રાવક તસવીર એ છે કે, જે બાળ ગોપાલની મૂર્તિ જીનલ પટેલના હાથમાં તેમના સીમંત દરમિયાન હતી, તે બાળ ગોપાલની મૂર્તિ જ માત્ર બચી શકી છે. જ્યારે વૈભવ પટેલ, જીનલ પટેલ અને તેમના ગર્ભમાં રહેલું સાત માસનું બાળક પણ જીવિત નથી. આ ઘટના એ દર્શાવે છે કે આ આકાશી આફત કેટલી ક્રૂર હતી, જેણે એક અણજાત જીવ અને તેના માતા-પિતાનું ભવિષ્ય છીનવી લીધું.
અમદાવાદ પર કાળમુખો પંજો અને માનવતાનું હનન...
આજે બપોરે 1.38 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પરથી ટેકઓફ થયેલું એર ઇન્ડિયાનું બોઇંગ પ્લેન AI-171 માત્ર બે જ મિનિટમાં, એટલે કે 1.40 વાગ્યે, અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં, ખાસ કરીને મેડિકલ હોસ્ટેલના બિલ્ડિંગમાં ધડાકાભેર અથડાયું હતું. આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું.
આ પણ વાંચો : Ahmedabad Plane Crash : બ્લેક બોક્સ મળ્યું, ટેકનિકલ ખામીની આશંકા...!
આ ભયાવહ દુર્ઘટનામાં પૂર્વ CM રૂપાણી સહિત કુલ 230 મુસાફરો હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિમાનમાં 12 ક્રૂ મેમ્બર પણ હતા. પ્રાથમિક અહેવાલો મુજબ, ફ્લાઇટમાં સવાર ક્રૂ મેમ્બર અને પ્રવાસીઓ મળીને 241 ના મોત થયા છે. સૌથી કરુણ બાબત એ છે કે, જ્યાં પ્લેન ક્રેશ થયું તે મેડિકલ હોસ્ટેલના 50 ઇન્ટર્ન ડોક્ટર સહિત સ્ટાફના પણ મોત થયા છે.
આ પણ વાંચો : Ahmedabad : કિસ્મતનો ખેલ, વિજય રૂપાણીની ફ્લાઇટની તારીખ બે વાર બદલાઈ, અને અંતે...
આ કરૂણાંતિકાએ અમદાવાદ શહેર અને સમગ્ર દેશને શોકમાં ગરકાવ કરી દીધો છે. જીનલ અને વૈભવ જેવી અનેક હૃદયદ્રાવક કહાણીઓ આ વિનાશકારી ઘટનામાંથી બહાર આવી રહી છે, જે આ આકાશી આફતની ભયાનકતા અને માનવતા પર પડેલા ઘાને દર્શાવે છે.
આ પણ વાંચો : Ahmedabad માં ભયાવહ વિમાન દુર્ઘટના, Maharashtra NCP નેતાના ભાભીનું પણ થયું મૃત્યુ...
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.